પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડા તાલુકાના કકરોલીયા ખાતે આવેલ ભક્ત ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ધોરણ 12 માં અભ્યાસ કરતા રોમેલ જ્યારે પોતાના ક્લાસમાં પાણી પીવા માટે બોટલ કાઢી પાણી પીતો હતો તે દરમિયાન પાછળથી કોઈનો ધક્કો વાગતા આગળ બેઠેલા સૌરભ નામના વિદ્યાથી ઉપર પાણી પડતાજ સૌરભ પાણી પડતા જ ઉસ્કેરાઈ ગયો હતો જ્યારે રોમીલ થી પાણી પડતા તેને સૌરભની માફી માગી હતી
આ બાબતે ક્લાસના બીજા વિદ્યાર્થીઓએ વચ્ચે પડતા તે વખતે મામલો શાંત થઈ જવા પામ્યો હતો જ્યારે પોતાના ઉપર પાણી પડતા આ બાબતને તેને રાખી સ્કૂલ છૂટવા ના સમયે સૌરભે ઉશ્કેરાઈ
જઈ પોતાના હાથમાં પહેરેલ કડુ હાથમાં લઇ રોમેલ ની બેન્જીસ આગળ આવી ધક્કો મારી રોમેલને નીચે પાડી દઈ પોતાના હાથમાં રહેલ કડા નો જોરદાર ફટકો માથા માં મારતા રોમિલના માથામાં ચાર ઇંચ જેટલો ઘા પડી જતા લોહી લુહાણ થઈ જવા પામ્યો હતો જ્યારે તેના મિત્રોએ તેને છોડાવતા સૌરભ ભાગી ગયો હતો
જ્યારે ત્યાં હાજર ત્યાંના સાહેબ દ્વારા હોસ્પિટલ લઈ જવાને બદલે માથામાં પાણી નાખી ધોઈ નાખ અને રસોડામાં જઈ હળદર લગાવી દે મટી જશે અને ઘરે જતો રહે ની સલાહ આપી હતી ત્યારબાદ રોમીલ ને તેના મિત્રો ઘરે પહોંચાડતા રોમીલને હોસ્પિટલને લઇ જઇ સારવાર કરાવી હોવાનું જાણવા મળે છે
જ્યારે આ બાબતની જાંબુઘોડા પોલીસ સ્ટેશનમાં મારનાર સૌરભ વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


