બોડેલી નજીકથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં બે દિવસમાં બે અજાણી લાશ તણાઈ આવી છે બનાવની જાણ બોડેલી પોલીસને થતા પોલીસ સ્થળ પર પહોચી હતી અને લાશને બહાર કાઢી ઓળખ સહિત આગળની કાર્યવાહી હાથ ધરી છે. બોડેલી નજીકથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાંથી અવાર નવાર અજાણી લાસો તણાઈ આવતી હોવાના બનાવો સામે આવતા હોય છેત્યારે બોડેલી નજીક પસાર
થતી નર્મદા કેનાલમાં બે દિવસમાં બે લાશ તણાઈ આવી છે ત્યારે એક લાશ વણીયાદ્રી પુલ પાસે જ્યારે અન્ય એક લાશ ચારોલા ગેટ પાસે મળી આવી છે, કેનાલના માર્ગ પર પસાર થતા કોઈક લાસને જોતા બોડેલી પોલીસ મથકે જાણ કરતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોચી સ્થાનિક તરવૈયાની મદદથી લાશને બહાર કાઢી હતી. અને લાશને પીએમ અર્થે મોકલી હતી આ ઉપરાંત પોલીસેલાશની ઓળખ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
