Gujarat

બોડેલી ના અલીપુરા મણીનગર સોસાયટી નો બંધ લોખંડ નો ગેટ જેસીબી થી ઉખેડતા રસ્તો ખુલ્લો થયો

બોડેલીના અલીખેરવા  ગ્રામ પંચાયતની હદમાં આવેલી મણીનગર સોસાયટી ના પાછળના ભાગે લોખંડનો દરવાજા નો ગેટ મૂકી માર્ગ બંધ કરાયો હતો
 કોરોના ના સમયે બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલ મણીનગર સોસાયટી ના જાહેર માર્ગ સોસાયટીના રહીશોએ લોખંડ નો ગેટ ઉભો કરી રસ્તો બંધ કર્યો હતો જેને લઇને રાહદારીઓ અને વાહનચાલકોને ખૂબ તકલીફ ભોગવવાનો વારો આવ્યો હતો કોરોના ના સમયે અલીખેરવા પંચાયતની બે સોસાયટી મણિનગર અને જનકલ્યાણ માં લોખંડના ગેટ મૂકી રસ્તો બંધ કરાયો હોય ગેટ ખોલવા માટે અલી ખેરવા પંચાયત દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી સોસાયટીના રહીશો દ્વારા નોટિસ ન ગણકારતા આખરે   અધિકારીઓની ઉપસ્થિતિમાં અલી ખેરવા પંચાયતે મણીનગર સોસાયટી નો ગેટ ખોલ્યો હતો જો કે રાતે ફરી સોસાયટી વાળાઓએ ગેટ બંધ કરી દીધો હતો ત્યારે પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ તલાટી વગેરે જેસીબી મશીન લઈને સ્થળ પર જઈને ગેટ ઉખેડીને ગાડી માં લઇ જવાયો હતો લગભગ બે વર્ષથી બંધ રસ્તો ખુલ્લો થતાં આસપાસના રહીશોએ પંચાયતના નિર્ણયને આવકાર્યો હતો
બોડેલી ના અલીપુરા મણીનગર સોસાયટી નો બંધ લોખંડ નો ગેટ જેસીબી થી ઉખેડતા રસ્તો ખુલ્લો થયો હતો  રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો માં ખુશી જોવા મળી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220413-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *