Gujarat

બોડેલી ના ડભોઇ રોડ પર ઝાડ પડવાથી બાઇક ચાલાક જાગ્રસ્ત

બોડેલીના ડભોઈ રોડ પર ગઈકાલે એક દુર્ઘટના બની હતી બોડેલીના આજુબાજુના ગામમાંથી ખરીદી કરવા માટે આવેલ અંદાજિત 50 વર્ષના કાકા ખરીદી કરીને પોતાના ગામ જઈ રહ્યા હતા ત્યારે ડભોઇ રોડ પર પાણીની ટાંકી નજીક અને ખત્રી કિરાણા ની સામે ડભોઇ રોડ પર ઝાડ પડ્યું હતું અને કાકા ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે ઘટના સ્થળે લોકોના ટોળા ઉંટી પડ્યા હતા અને ખાનગી ગાડીમાં કાકાને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા
સદનસીબે કોઈ મોટી દુર્ઘટના બનતા ટળી હતી
 ત્યારે આ વિસ્તારના લોકોનું કહેવું છે કે હજુ પણ ઘણા ઝાડ પડે એવી સ્થિતિમાં છે અને નીચેથી ઝાડ સડી ગયા છે ત્યારે વહેલી તકે આના પર ધ્યાન આપવામાં આવે તેમ આ વિસ્તારના રહીશો જાણે રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221223-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *