પ્રાપ્ત માહિતી મુજબ આજ બોડેલી પાવાગઢ હાલોલ નેશનલ હાઇવે પર ખાખરીયા ગામની પ્રાથમિક શાળા પાસે ના વળાંક ઉપર આવેલા સ્ટેટ સમય ના પુલ ની દિવાલ બપોરના સમયે ઉપર થી લઈ છેક નીચે સુધી ધરાશાઈ થઈ હતી. સદનસીબે દિવાલ ધસી તે સમયે કોઈ પણ વાહન ની અવર જવર ન હોય કોઈ પણ વાહન કે જાનમાલ ની નુકસાની થઈ ન હતી જેથી સમગ્ર ધરાશાઈ થયેલી લગભગ વીસ થી ત્રીસ મીટર ની આ દીવાલ પાછલા ઘણા સમયથી તિરાડો પડેલી હાલતમાં હતી તેવી હાલત માં આજ પુલ પર થી રોજ હજારો વાહન ચાલકો જીવના જોખમે વાહનો લઈને પસાર થઈ રહ્યા હતા અને આજ રોજ બપોર ના સમયે અચાનક આ પુલ ની દિવાલ,(હેડ વોલ) ઉપર થી લઈ છેક પાયા સુધી ની જમીન દોસ થઈ ગઈ હતી
પાછલા ઘણા સમયથી તિરાડો પડેલા આ પુલ પરથી લાખ્ખો વાહનો પસાર થયા હસે પરંતુ સદ નસીબે આજ રોજ આ દિવાલ પડી તે સમયે કોઈ જ વાહન અહી થી અવર જવર કરતુ ન હોય કોઈ પણ જાતની ઘટના બની ન હતી સમગ્ર બાબતે પોલીસ ને જાણ થતા બંને તરફ રસ્તો કોર્ડન કરી બેરિકેટ લગાવી દીધા હતા અને એકજ રસ્તો કાર્યરત રાખવા માં આવ્યો હતો
દિવાલ ધરસાઈ થવાના બનાવ ની જાણ નેશનલ હાઇવે ઓથોરિટી ના ડેપ્યુટી ઇજનેર ને જાણ થતા તેઓ એ તુરંત ખાખરીયા આવી ધરાશાઈ થયેલી દિવાલ ની ઝીણવટ ભરી તપાસ કરી દીવાલ નું સમારકામ કરવા કોઈ કોન્ટ્રાકટર ને કામ સોંપી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


