Gujarat

બોડેલી બેંક ઓફ ઇન્ડિયા માંથી ખોટા દાગીના આપી ગોલ્ડ લોન લેનાર દાગીના સાચા હોવાનું સર્ટિફિકેટ આપી ખેતરપિંડી કરનાર આઠ ઝડપાયા

બોડેલીના ઢોકલીયા ખાતે આવેલ બેન્ક ઓફ ઇન્ડીયામાં સોના( ગોલ્ડ) લોન માટે વેલ્યુઅર સાથે મળી બેંકને નકલી સોનું પધરાવી ગોલ્ડ લોન લેનાર 8 ગ્રાહકો બેંક સાથે ઠગાઈ કરતા બોડેલી પોલીસ ઘરપકડ કરી છે અને 8 આરોપીઓ ને કોર્ટ માં જામીન ન મળતા છોટાઉદેપુર સબ જેલ માં મોકલી આપ્યા છે
બોડેલીના ઢોકલીયા ખાતે આવેલ બેન્ક ઓફ ઇન્ડીયા શાખામાં ગોલ્ડ લોન માટે ગોલ્ડ તપાસ કરવા માટે બેંક દ્વારા  સોની (વેલ્યુઅર)  વર્ષ ૨૦૧૮-૨૦મા બેન્ક ઓફ ઇન્ડીયા ઢોકલીયા બોડેલી શાખામાં   બેન્કના કાયદેસર નિમણુક કરેલા નિલેષભાઇ મહેન્દ્રભાઇ સોની (રહે.સોમાતલાવ વડોદરા શહેર વડોદરાનાઓ )દ્રારા સોનાના ઘરેણાની ચકાસણી કરી તેમના રીપોર્ટ આધારે લોન મંજુર કરી અને ગ્રાહકોએ જમા કરાવેલ સોનાના વજન આધારે સૌપ્રથમ તા.૦૬/૧૨/૨૦૧૮ ના  લોન મંજુર કરી આપેલ ત્યાર બાદ જે 11લોકો લોનો આપેલ  ગોલ્ડ (સોનુ) લોન આપવામાં આવેલ જેની વર્ષ દરમ્યાન ભરવાની થતી રકમ ગ્રાહકોએ ભરેલ ન હોય જેથી બેન્કના નિયમ મુજબ તેઓએ જમા કરાવેલ ઘરેણાની તારીખ ૧૪/૦૭/૨૦૨૧ના રોજ હરાજી કરી લોનની રકમ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ અને અગાઉ બેન્ક દ્વારા નિમાયેલ સોની નિલેષભાઇ મહેન્દ્રભાઇ (રહે.સોમાતલાવ વડોદરા શહેર વડોદરાનાઓ )મરણ પામેલ હોય જેથી નવા નિમાયેલા  સોની એ જણાવેલ ગ્રાહકોના બેન્કમાં જમા કરાવેલ ઘરેણાની ખરાઇ કરતા તે ઘરેણા ખોટા હોવાનું તેઓના રીપોર્ટમાં જણાવેલ  જેને લઈ  બેન્ક મેનેઝર બોડેલી પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધવાતા પોલીસે આ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને તપાસમાં કરતા બોડેલી પોલીસ નકલી સોના પર લોન લેનાર 8 આરોપીઓ ની ધરપકડ કરી છે  જેમાં વિષ્ણુભાઈ ગણપતભાઈ તડવી (રહે. આંબાપુરા, તા સંખેડા ),ઉપેન્દ્ર ભાઈ કાલિદાસ ભાઈ બારીયા (રહે.અજારી તા. બોડેલી )સુનિલ કિશોર રામચંદાણી (રહે.બોડેલી તા. બોડેલી ) કમલકુમાર કિશોર રામચંદાણી (રહે.બોડેલી તા. બોડેલી )કશ્યપ રાજકુમાર શુક્લા (રહે.બોડેલી તા. બોડેલી )રામકૃષ્ણ હરીશઁકર તિવારી ( રહે અલીખેરવા તા. બોડેલી )નગીનભાઈ ભુરાભાઇ રાઠવા ( રહે. તાડકાછલા તા બોડેલી )કનુભાઈ ઘૂળા ભાઈ રાઠવા ( રહે વણીયાદરી તા. બોડેલી ) નાઓ ઘરપકડ કરી  હતી અને કોર્ટ માં જામીન ન મળતા તેઓને છોટાઉદેપુર સબ જેલ માં ઘકેલી દેવાયા છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *