બોડેલી સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લાની જીવન સમાં નદી ઓરસંગ નદી હાલમાં ઠેરઠેર રેતીખનન ને લઈને ઊંડા ખાડા અને નદી બિલકુલ કોરી જોવા મળી રહી છે અને રેતી ની જગ્યાએ પથ્થરો જોવા મળી રહ્યા છે જેને લઇને પાણીના સ્તર નીચા ગયા છે ઓરસંગ નદી ને અડીને આવેલા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે બોડેલી નગરમાંથી પસાર થતી ઓરસંગ નદી મા કુદરતી ભંડાર રેતી ખૂબ મોટી સંખ્યામાં નીકળતી હોય છે પણ આડે ધડ રેતીખનન કરીને ઓરસંગ નદી ના પટ પર જ ઠેર ઠેર ઊંડા ખાડા પાડી દીધા છે અને રેતી ની જગ્યા પર પથ્થરો જોવા મળી રહ્યા છે અને મહત્વની વાત એ છે કે આડેધડ રીતે ખનન કરીને પાણીના સ્તર નીચા ગયા છે જેને લઇને ખેડૂતો ચિંતામાં મુકાયા છે બોડેલી માંથી પસાર થતી ઓરસંગ નદી નો બ્રિજ ના પાયા પણ દેખાવા લાગ્યા છે
બોડેલી માંથી પસાર થતી ઓરસંગ નદી જેનો બ્રિજ બોડેલી ઢોકલીયા બ્રિજ આવેલા હોય તેના પાયા પણ ઊંડા થઈ ગયા છે
હાલમાં તો ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે ઓરસંગ નદી બિલકુલ કોરીકટ જોવા મળી રહી છે પાણીના સ્તર નીચે ગયા છે અને પાણી ની સમસ્યા સર્જાવાના એંધાણ છે અને ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે
ઈમરાન મન્સૂરી બોડેલી


