Gujarat

બોડેલી રેલવે ફાટક પાસે અકસ્માતમાં, ટ્રકના ટાયર નીચે આવી જતા મહિલાનું મોત

છોટાઉદેપુર
બોડેલી રેલવે ફાટક પાસે દિવાળીની ખરીદી કરીને જતી મહિલા ટ્રકના ટાયર નીચે આવી જતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. પાવી જેતપુરમાં ડુંગરવાંટના રહેવાસી નટવરભાઈ બારીયા અને તેમની પત્ની રમીલાબેન બારીયા આજે સવારે પોતાના સ્કૂટર ઉપર બોડેલી દિવાળીની ખરીદી કરવા ગયા હતા. ત્યાંથી પરત ફરતા બોડેલી રેલવે ફાટક પાસે અચાનક તેઓનું સ્કૂટર સ્લીપ ખાઈ ગયું હતું. જેને લઇને સ્કૂટર સવાર રમીલાબેન નીચે પડી જતાં સામેથી આવતી ટ્રકના ટાયર નીચે આવી જતા રમીલાબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ અકસ્માતની જાણ થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને થોડીવારમાં પોલીસ પણ ઘટનાસ્થળે આવી મૃતદેહનો કબજાે મેળવી પીએમ માટે મોકલી આપી કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વની વાત એ છે કે, આ રેલવે ફાટક પાસે રેલવે ટ્રેનની અવરજવરના કારણે ફાટક બંધ થવાથી અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા થઈ જાય છે. પહેલા આગળ નીકળવાના ચક્કરમાં ઘણીવાર નાના-મોટા અકસ્માત પણ સર્જાય છે. જેથી વહેલી તકે આ રેલવે ફાટક પર ઓવરબ્રિજ બને તેવી માગ પણ ઉઠી રહી છે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *