હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે જેને લઇને બોડેલી સહિત અનેક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે ભારે હવા સાથે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે
બોડેલી સહિત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે. ૪૨ ડિગ્રી કરતાં વધારે તાપમાનનો પારો જોવા મળી રહ્યો હતો ત્યારે આજે અચાનક વાતાવરણમાં પલટો થતાં અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
ત્યારે આજે બોડેલી નગરમાં બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે વાદળછાયા વાતાવરણ સાથે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


