Gujarat

બોડેલી સહીત છોટાઉદેપુર જિલ્લા ના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ રસ્તાઓ પર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા જનજીવન પર અસર

સહેલી સવારથી લઈને બપોરે 1:00 વાગ્યા સુધી બોડેલી તાલુકામાં સાડા ત્રણ ઇંચ કરતાં વધુ  વરસાદ ખાબક્યો
બોડેલી તાલુકામાં મન મૂકીને મહાલતા મેઘરાજા સાડા ત્રણ ઇંચ કરતાં વધુ  વરસાદ ખબક્યો
    બોડેલી વિસ્તારમાં વહેલી સવારથી જ ઘનઘોર વાતાવરણ વચ્ચે મેઘરાજાનું આગમન થતા મેઘરાજા મન મૂકીને વરસતા સાડા ત્રણ ઇંચ કરતાં વધુ જેટલો વરસાદ ખબક્યો હતો. બોડેલી સહીત વિસ્તાર માં સાર્વત્રિક વરસાદ થી ઠેર ઠેર માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.વરસતા વરસાદ થી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા રહીશોમાં થોડા સમય માટે જીવ અધ્ધર થયો હતો.બપોર બાદ મેઘરાજા શાંત થતા પાણી ઓસરી ગયા હતા.
       છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તેમજ આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસ થી મેઘરાજા એ લાંબો વિરામ લેતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. ખેડૂતો વરસાદ ની આતુરતા થી રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજ સવાર થી ઘનઘોર વાતાવરણ વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસતા ઠેર ઠેર માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. આમ જનતાના જીવન વ્યવહાર પર અસર પડી હતી. સવાર સાત વાગ્યાથી જ ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તાર રજા નગર જેવા ભાગમાં પાણી ભરાયા હોવાની માહિતી મળી હતી. બોડેલી માં ભારે વરસાદ ને કારણે એન એ પરીખ રોડ પર મેઈન બજાર જેવા વિસ્તાર ના માર્ગ પર માં પાણી ફરી વળીયા હતા.બપોરે ના સમયે વરસાદ એ વિરામ લેતા પાણી ઓસરી ગયા હતા. બપોર સુધી સતત વરસાદ ને પગલે વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. બીજી તરફ ગ્રામ્ય વિસ્તાર ના ખેતરો માં સાનુકૂળ વરસાદ થી ધરતી પુત્રો ને મોટી રાહત થઇ હતી અને આનંદ નો માહોલ છવાયો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220708-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *