બોડેલીના અલીપુરા થી કોલેજ સુધીના રસ્તા વચ્ચે આવતા રેલ્વે ક્રોસીંગ ઉપર ઓવરબ્રીજ બનવાથી આ રોડ ઉપર આવેલી તમામ દુકાનોના ધંધા બેરોજગાર પડી ભાગશે આ અંગે બોડેલી ની ત્રણ પંચાયત દ્વારા બ્રિજનું કામ રોકવા વિનંતી કરતો ઠરાવ કરવામાં આવ્યો અને પ્રભારી મંત્રી સહિત ઉચ્ચ કક્ષા એ લેખિતમાં મોકલવામાં આવ્યો
બોડેલી ના અલીપુરા થી બોડેલી ની કોલેજ સુધીના રસ્તા વચ્ચે આવતા રેલ્વે ક્રોસીંગ ઉપર ઓવરબ્રીજ બનાવવા ના ચક્રોગતિમાન થયા છે . તથા તે અંગે રેલ્વે સાથે સમજુતી બાકી છે . અહીંની ભૌગોલીક પરિસ્થિતિ જોતા અહીં રેલ્વે ક્રોસિંગ પાસે ખુબ મોટું કોતર આવેલું છે . આમ છતાં આ બ્રીજ બનાવવા ની જરૂર નથી . જે કોઈ ટ્રાફિકની સમસ્યા છે.તે અલીપુરા ચાર રસ્તા તથા કોલેજ પાસેના ત્રણ રસ્તા ઉપર છે . રેલ્વે ક્રોસિંગ પાસે તો માત્ર ટ્રેન આવે જાય અને ફાટક બંધ થાય એટલો સમય પુરતો ટ્રાફિક ભેગો થાય છે .
વળી આ બ્રીજ થવાથી અહિયાં રોડ ઉપર આવેલી તમામ દુકાનોના ધંધા રોજગાર પડી ભાગશે . તથા ચાલુ વર્ષ ચોમાસા ની સીઝનમાં વરસાદ પડવાથી ઢોકલીયા ગામ અડધુ પાણીમાં ગરકાવ હતું જેથી સદર બ્રીજ બને તો પ્રજા માટે આડખીલી રૂપ બનશે . બહુ જરૂર લાગેતો ઉપાય તરીકે બાયપાસ રોડ થાય જે નેશનલ હાઈવે માં ડીઝાઇન થયેલ છે જેથી હાલમાં ફાટક ઉપર પોલીસ પોઈન્ટ મુકેતો સરકારશ્રીના ૫૦ થી ૬૦ કરોડો બચી શકે તેમ છે બોડેલીના વેપારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


