બોડેલી અલીપુરા મણીનગર સોસાયટી મા રહેતા અને બોડેલી ડિવિઝન ખાતે મધ્ય ગુજરાત વીજ કંપનીમાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારી ના ૨૭ વર્ષના પુત્ર પોતાની મારુતિ સ્વિફ્ટ કાર લઈને પોતાના ઘરેથી મામાના ઘરે જવું છું એમ કહીને નીકળ્યો હતો હાલોલ બોડેલી નેશનલ હાઇવે ઉપર આવેલ જાંબુઘોડા તાલુકા ના નાથપુરી ગામના બસ સ્ટેન્ડ પાસે હાલોલ તરફ થી સ્વીફ્ટ ગાડી લઈને આવી રહેલા અને વલ્લભ વિદ્યાનગર ખાતે અભ્યાસ કરતા બોડેલી ના વિધાર્થી વિપુલભાઇ રાઠવા ની ગાડી ને નાથપુરી ગામ પાસે ગમખ્વાર અકસ્માત નડતા તેઓની ગાડી ઝાડ સાથે ધડાકા ભેર અથડાતા ગંભીર ઇજા ઓ થતા વિપુલ રાઠવા નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજયું હતુ
પ્રાપ્ત માહિતી મળ્યા મુજબ હાલ બોડેલી ની મણિનગર સોસાયટી માં રહેતા અને બોડેલી MGVCL માં નોકરી કરતા કર્મચારી નો એકનો એક દિકરો નામે વિપુલભાઈ રાઠવા રવિવાર ના રોજ સાંજે સાડા પાંચ વાગ્યા ની આસપાસ ઘરે થી નીકળ્યો હતો અને રાત્રે હાલોલ બોડેલી નેશનલ હાઇવે ઉપર તે હાલોલ તરફ થી આવી રહ્યો હતો રાત્રી ના દસેક વાગ્યા ના સુમારે વિપુલ ભાઈ રાઠવાને નાથપુરી ગામ ના બસ સ્ટેન્ડ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને તેને સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા સ્વીફ્ટ ગાડી રોંગ સાઈડ ઉપર જઈ એક મહાકાય વૃક્ષ સાથે ધડાકા ભેર અથડાઈ હતી અકસ્માત ને પગલે વિપુલભાઈ રાઠવાને માથાના ભાગે તથા ગેબી માર વાગતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતુ
સમગ્ર બનાવ સંદર્ભે ગ્રામજનો તેમજ રાહદારીઓ દોડી આવી અકસ્માત ને લઈ 108 ને ફોન કરી બોલાવી હતી અને 108 ના પાયલોટ તથા ઇએમટી એ સ્થળ ઉપર જોતા ચાલક વિપુલભાઈ નું મૃત્યુ થઈ ગયુ હતુ સમગ્ર મામલે જાંબુઘોડા પોલીસ ને જાણ થતા જાંબુઘોડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અકસ્માત મોત નો ગુન્હો દાખલ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી


