Gujarat

બોડેલીની શેઠ.ટી.સી કાપડિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ  અને એમ.જી મોટર્સ હાલોલના સંયુક્ત ઉપક્રમે

બોડેલીમાં બહેનો માટેનો ભરતી મેળો યોજવામાં આવ્યો હતો. જેમાં 465 બહેનો એ કરેલા રજીસ્ટ્રેશન માંથી 65 બહેનો ની પસંદગી થઈ હતી.
         બોડેલી કોલેજના આચાર્ય ડો.એચ.એમ.કોરાટ  તેમજ જોબ પ્લેસમેન્ટ કોર્ડીનેટર ડો.બી.એમ.સોલંકી, ઈ.સી સભ્ય અને ટ્રાઇબલ ચેરના સભ્ય  ઉપેન્દ્રભાઈ રાઠવા વિગેરેએ પસંદ થયેલી બહેનોને  શુભેચ્છા પાઠવી હતી.
         ભરતી મેળામાં કુલ 465 બહેનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી 65 બહેનોની પસંદગી કરવામાં આવી હતી. બાકીની બહેનો વજન, ઊંચાઈ, અને મેડિકલમાં તેમને નામંજૂર કરવામાં આવી હતી. છોટાઉદેપુર સાંસદ સભ્ય  ગીતાબેન રાઠવા તેમજ  ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણ, કુલ સચિવ ડો. અનિલ સોલંકી, ઇ.સી સભ્ય ડો.અજય સોની, ટ્રાઇબલ ચેરના કોર્ડીનેટર ડો. મહેશ રાઠવા, તેમજ ટ્રાઈબલ ચેરના તમામ સભ્યો, તેમજ બોડેલી કોલેજના ટ્રસ્ટી મંડળ ઉપસ્થિત રહ્યા હતા. આ ભરતી મેળામાં એમ.જી મોટર હાલોલ માંથી એચ.આર વિભાગમાંથી પૂર્ણિમા કરોડે, વિપુલ ગઢવી એચ.આર એક્ઝિક્યુટિવ હેમાંગીની ગાંધી, તેમજ મનીષા તડવી, અને મેડિકલ ટીમ દ્વારા દરેક બહેનોની પસંદગી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય સંયોજક ટ્રાઇબલ ચેરના કોઓર્ડીનેટર ડો. મહેશ રાઠવા અને બોડેલી કોલેજના આચાર્ય ડો. એચ.એમ.કોરાટ હતા, તેમ જ સહસંયોજક તરીકે જોબ પ્લેસમેન્ટ કોર્ડીનેટર ડો.બી.એમ‌.સોલંકી હાજર રહ્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220805-WA0100.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *