બોડેલી તાલુકા સહિત બોડેલી શહેરમાં ગણપતિ ઉત્સવ પર્વે શ્રી ગણેશજીની પ્રતિમાઓનું આગમન થઈ રહ્યું છે. સમગ્ર તાલુકા મા છેલ્લા બે ત્રણ દિવસથી વિવિધ મંડળો દ્વારા ગણપતિ બાપ્પાનું ડીજેના તાલે વાજતે ગાજતે આગમન કરવામાં આવી રહ્યું છે. રાત્રે શહેરમાં પધારી રહેલા ગણપતિ બાપ્પાને આવકારવા માટે મોટી સંખ્યામાં નગરવાસીઓ ઉમટી પડ્યા હતા. બોડેલી શહેરમાં મહેમાન બની પધારેલા ગણપતિ બાપ્પાને બોડેલી અલીપુરા ચાર રસ્તા થી શોભાયાત્રા કાઢી બોડેલી નગરના વિવિધ માર્ગો પર ડીજેના તાલે નાચગાન સાથે ભક્તો પોતપોતાના સ્થાપન પંડાલ સુધી લાવ્યા હતા.બોડેલીમાં ગણપતિ બાપા ના સ્વાગત ઉત્સવ નો શ્રી ગણેશ બોડેલી નગરમાં ભક્તો દ્વારા વાંચતે ગાજતે ગણપતિ બાપાની પ્રતિમાઓના વધામણા કરાયા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


