Gujarat

બોડેલીમાં ધોરણ 10 ની વિજ્ઞાન વિષયની ઉત્તરવહી તપાસવાનું કામ શિક્ષકોએ અડધો દિવસ અટકાવ્યું

ધોરણ 10ની બોર્ડની પરીક્ષા શનિવારે પૂર્ણ થયા પછી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી  ખત્રી વિદ્યાલયમાં વિજ્ઞાન પેપરની ઉતરવહી તપાસવા માટે છોટાઉદેપુર જિલ્લાના શિક્ષકો ભેગા થયા હતા સરકારે માધ્યમિક સંઘની પડતર માંગણીઓ નહીં સંતોષાતા પેપર તપાસવા નો બહિષ્કાર કરવાનો ઓર્ડર ઉપરથી મળ્યો હોય એટલે તમામ શિક્ષકોએ પેન ડાઉન કરી સૂત્રોરચાર કર્યા હતા પેપર તપાસવાની કામગીરી ની શરૂઆતમાં જ શિક્ષકોએ આંદોલન કરતા તંત્ર દોડતું થયું હતું અને સરકાર પણ ચિંતામાં મુકાઇ હતી છેવટે બપોરે શિક્ષણ મંત્રી સાથે પ્રતિનિધિઓ મીટીંગ કરતાં સમાધાન થતા છેવટે બોડેલી વિજ્ઞાન વિષય ની ઉત્તરવહી નું પેપર તપાસવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી એટલે અડધો દિવસ કામગીરી ખોરવાઇ હતી જેની માહિતી શિક્ષક રાકેશભાઇ પટેલ એ આપી હતી બોડેલીમાં જિલ્લાના શિક્ષકો વિજ્ઞાન વિષયનું પેપર તપાસવામાં આવ્યા હતા ત્યારે અડધો દિવસ કામગીરી બંધ રહી હતી ટૂંક સમયમાં બોડેલી શિરોલાવાલા હાઈસ્કૂલમાં પણ પેપર તપાસવાની કામગીરી શરૂ થનાર હોવાની જાણવા મળયુ છે
બોડેલીમાં ધોરણ 10 ની વિજ્ઞાન વિષયની ઉત્તરવહી તપાસનું કામ શિક્ષકોએ અડધો દિવસ અટકાવ્યું હતું જેથી સરકારે નમતું જોખી મીટીંગ કરવાની ફરજ પડી હતી અને પેપર તપાસવાની કામગીરી ફરી શરૂ થઈ હતી
ઈમરાન મન્સૂરી બોડેલી

IMG-20220412-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *