છોટાઉદયપુર
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં ૨૦ વર્ષનો વિશ્વાસ ૨૦ વર્ષનો વિકાસ અંતર્ગત વંદે ગુજરાત વિકાસયાત્રા શરૂ કરવામાં આવી છે. રાજયના અંતરિયાળ વિસ્તારમાં વસતા રહેતા લોકોને પણ રાજય સરકારની કલ્યાણલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે એ માટે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગડોથ ગામે ગામના સરપંચ અને અન્ય નાગરિકો દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુરુવારે ગડોથ ગામે આવી પહોંચેલી વંદે ગુજરાત વિકાસ યાત્રાનું સામૈયું કરી દબદબાભેર ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં પણ વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગ બે રથની ફાળવણી કરવામાં આવી છે. વંદે ગુજરાત વિકાસ યાત્રાના સ્વાગત બાદ વંદે ગુજરાત વિકાસ યાત્રા ૨૦ વર્ષનો વિશ્વાસ ૨૦ વર્ષનો વિકાસ દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વંદે ગુજરાત ગાન પણ વગાડવામાં આવ્યું હતું. વંદે ગુજરાત વિકાસ યાત્રાના સ્વાગત માટે ઉપસ્થિત સરપંચ પ્રકાશ રાઠવા અને અન્યોએ સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓના લાભાર્થીઓની કીટ અને પ્રમાણપત્રનું વિતરણ કર્યું હતું.
