આણંદ
બોરસદ તાલુકાના દાવોલ ગામે આવેલા માતાજીના મંદિરમાં ૬ઠ્ઠી ફેબ્રુઆરીના રોજ અમદાવાદની એક યુવતી કારમાં ધસી આવી હતી. આ યુવતી રાજાપાઠમાં હોવાથી સેવા પુજા કરતા વ્યક્તિએ તેને રોકી હતી, પરંતુ તેને ધક્કો મારી તારે જેલમાં જવું પડશે તેવી ધમકી આપી હતી. બાદમાં મંદિરમાં બળજબરી ઘૂસી વિદેશી દારૂની બોટલમાંથી મંદિરમાં છાંટવા લાગી હતી. આ કૃત્ય મંદિરની પવિત્રતાને અભળાવતું હોઈ અને દારૂ જેવા ગેરકાયદેસર પીણાંને લઈ બેખોફ આવેલ યુવતી વિરૂદ્ધ પૂજારી વિઠ્ઠલભાઈ ગોહિલની પોલીસ ફરિયાદ આધારે ગુનો દાખલ કરી પોલીસે યુવતીને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે, પરંતુ હજી યુવતી ઝડપાઈ નથી. બીજી તરફ યુવતી આ મંદિરમાં દારૂના છંટકાવ કરતા સ્થાનિક યુવક રોનક તારી જીંદગી હું ખરાબ કરી નાંખીશ, તને તો હું જાનથી મારી નાંખીશ અને ક્યાંયનો રહેવા નહીં દવ. તેમ કહી અપશબ્દ બોલવા બોલતી હતી. આ અંગે હોબાળો આસપાસના રહિશો દોડી આવ્યાં હતાં. જેના પગલે યુવતી ત્યાંથી નીકળી ગઈ હતી. આ યુવતીએ અગાઉ ગામના રોનક નામના યુવક સામે દૂષ્કર્મની ફરિયાદ આપી હતી. આ અંગે મંદિરના પૂજારી અને ફરિયાદી વિઠ્ઠલભાઈ ગોહિલ સાથે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે, આ મંદિર ચારેક વર્ષ પહેલાં બાંધવામાં આવ્યું હતું જે રોનકસિંહે જ બંધાવી આપ્યું હતું. રોનક અમદાવાદ રહેતો હતો અને અવાર નવાર તે યુવતી સાથે ગામમાં અને મંદિરે દર્શને આવતો આવતો હતો.
