Gujarat

બ્રાન્ચશાળા નંબર .૪ સાવરકુંડલા ખાતે વન વિભાગ અધિકારીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————તા:૨૧/૩/૨૦૨૨ ના દિવસે બ્રાન્ચ શાળા નંબર ૪ સાવરકુંડલા ખાતે સામાજિક વનીકરણ રેન્જ સાવર કુંડલા શ્રી.બી .ડી. ચાંદુ  RFO સા.કુંડલા ,
કું. આર. ટી.લાધવા  ફોરેસ્ટર સા. કુંડલા, શ્રી. આઈ.એસ . સુમરા વન રક્ષક શેંજળ ,  શ્રી ભારતીબેન રાઠોડની હાજરીમાં આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના ઉદબોધન કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષ વાવો જાગૃતિ અંતર્ગત વૃક્ષ માઈમ, વૃક્ષની ઉપયોગીતા અંગે નાટક, ચિત્રકામ અને ચીટકકામ જેવી પ્રવૃતિઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ મહેતા તેમજ શાળાના શિક્ષકો રવિયા તેજલબેન ,સીમાબેન પારૂલબેન, વર્ષાબેન તેમજ યોગીતાબેનના માર્ગદર્શન હેઠળ ખૂબ સારી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

IMG-20220321-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *