Gujarat

ભચાઉમાં પાણીના હોજમાં આખલો પડી જતાં ફાયર વિભાગે બચાવ્યો

ભુજ
ભચાઉ શહેરના ફૂલવાડી વિસ્તારમાં એક મહાકાય આખલો ઘરના ખુલ્લા પાણીના હોજમાં પડી ગયો હતો. જેની જાણ તંત્રને કરવામાં આવતા નગરપાલિકા ફાયર વિભાગની ટીમના પ્રવીણ દાફડા અને કુલદીપ ગંઢેર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જેમણે જેસીબી મશીનની મદદ વડે નંદીને બે કલાકની ભારે જહેમત બાદ સલામત રીતે બહાર કાઢી બચાવી લેવામાં આવ્યો હતો. ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા શહેર અને તાલુકામાં બનતી તમામ નાની મોટી ઘટનાઓ સમયે તાકીદના ધોરણે સ્થળ પર પહોંચી બચાવની સરાહનીય કામગીરી કરવામાં આવતી રહે છે. તે પછી નર્મદા કેનાલમાં ડૂબતા વ્યક્તિને બચાવવાની હોય કે મોટા એકમ કે સ્થળે લાગેલી વિકરાળ આગ હોય બચાવ ટીમ સદા તત્પર રહે છે. ઉલ્લેખનીય છે કે એક બિલાડીના બચ્ચાને ઊંચા વીજ થાંભલા પર ચડી બચાવી લેવામાં આવ્યું હતું. આ સમયે વીજ કચેરી સાથે વિસ્તારના લોકોએ પણ સાથ આપ્યો હતો અને કામગીરી સુધી વીજળી વગર રહ્યા હતા. એવી જ રીતે ફરી આજે એક આખલો પાણીના હોજમાં પડી જતાં ટીમ દ્વારા તેને બે કલાકની ભારે જહેમત બાદ બચાવી લેવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *