Gujarat

ભજન,ભોજન અને ગુરૂ પુજન સાથે રાણપુર તાલુકામાં ગુરૂપૂર્ણિમાં ઉત્સવની આસ્થાભેર ઉજવણી કરાઈ

કરમડ શ્રીજી વિદ્યાધામ,રાણપુરમાં બાલાજી મંદીર,ગીરનારી આશ્રમ,નાગનેશ મોટા રામજીમંદીર સહીત તાલુકો ગુરૂ દેવો ભવ: મય બન્યો
સમગ્ર ભારત દેશ માં ગુરૂપૂર્ણિમાં ના દિવસ ને પવિત્ર દિવસ તરીકે માનવામાં આવે છે આ દિવસે શિષ્ય ગુરૂ પાસે જઈને ગુરૂનું પુજન કરી આશિર્વાદ મેળવે છે.આજરોજ સમગ્ર ભારતભર માં ગુરૂપૂર્ણિમાં ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી.ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર તાલુકામાં ગુરૂપૂર્ણિમાં ની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી.રાણપુર તાલુકામાં કરમડ શ્રીજી વિદ્યાધામ ખાતે પૂ.શ્રીજીસ્વરૂપ સ્વામી નિશ્રામાં,રાણપુરમાં બાલાજી મંદીરે પૂ.યોગેશબાપુ નિશ્રામા,ગીરનારી આશ્રમે પૂ.પુરણનાથબાપુ ની નિશ્રામાં,નાગનેશ મોટા રામજીમંદીરે પૂ.પતિતપાવનદાસજીબાપુની નિશ્રામાં ગુરૂપૂર્ણિમાં ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગુરૂપૂજન,પાદુકા પૂજન,ધુન,મહાપ્રસાદ તેમજ રાત્રે સંતવાણી સહીતના કાર્યક્રમો યોજાયા હતા.રાણપુર તાલુકો ગુરૂ મય બન્યો હતો અને તમામ સ્થળે હજારો લોકોએ મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી…
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20220713-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *