Gujarat

ભરતી મેળામાં ખાનગી કંપનીમાં નોકરી મેળવનાર સ્મિત રામાણીનો પ્રતિભાવ

રાજ્ય સરકાર દ્વારા આયોજિત ભરતી મેળાના માધ્યમથી રોજગારી મેળવી અનેક યુવાનો આર્થિક ઉન્નતી તરફ આગળ વધ્યા છે. તેવા જ જૂનાગઢના એક યુવાન સ્મિત રામાણીને એક પ્રતિષ્ઠિત ખાનગી કંપનીમાં નોકરી મળતા તેણે પણ આર્થિક પ્રગતિ તરફ ડગ માંડ્યા છે.

          સ્મિત કહે છે કે, રોજગાર ભરતી મેળાના માધ્યમથી નોકરી તો મળી છે. તેમાં પણ રોજગાર નિમણૂક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરાર પત્રોના વિતરણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયાના હસ્તે જાહેર સમારોહમાં રોજગાર પત્ર મળ્યા મળ્યો છે તેનો સવિશેષ આનંદ છે. ઉપરાંત ઘર પરિવારના સભ્યો પણ ખૂબ ખુશ છે. વધુમાં સ્મિત કહે છે કે, રોજગાર ભરતી મેળાના માધ્યમથી અનેક યુવાનોને રોજગારી મળી રહી છે. તેમ જણાવતા સ્મિતે આ રોજગારલક્ષી પ્રકલ્પ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

smit-ramani-rojgar-fhoto.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *