Gujarat

ભરુચની GNFC કંપનીએ કામદારોનો માત્ર ચાર રુપિયાનો પગાર વધારો કર્યો  

કર્મચારીઓએ કહ્યું- ‘આટલામાં તો કટિંગ ચા પણ નથી આવતી’
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના રહિયાદ ગામે GNFC ટીડીઆઇ ટુ પ્લાન્ટના 500થી 600 જેટલા કામદારો સાથે કંપની દ્વારા રૂપિયા 4નો વધારો કરીને કરેલી મજાકને લઈને 2 દિવસથી 500થી વધુ કામદારો કંપની બહાર પગાર વધારો લઈને હડતાળ ઉપર ઉતર્યા છે.
વાગરા તાલુકાના રહિયાદ ગામ ખાતે આવેલી gnfcનો ટીડીઆઇ પ્લાન્ટ ટુમાં લગભગ 500થી 600 જેટલા કામદારો કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે. તેઓને હાલ ₹351 રોજ ચૂકવવામાં આવે છે. આજથી 15 દિવસ પહેલા કંપનીના કામદારોને કહેવામાં આવ્યું હતું કે, તમને રૂપિયા 90નો વધારો કરવામાં આવશે. પરંતુ 4 રૂપિયાનો વધારો થઈને આવતા કંપનીના કામદારો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કારણ એટલું જ કે, જો રોજના ચાર રૂપિયાનો વધારો થાય તો એક કટીંગ ચાઈ પણ આવતી નથી. ત્યારે કંપની દ્વારા માત્ર ચાર રૂપિયાનો વધારો કરીને કામદારો સાથે મજાક કરી હોય તેવું લાગતા કંપનીના કામદારો છેલ્લા 2 દિવસથી કામ બંધ કરીને કંપનીના ગેટ બહાર હડતાળ ઉપર ઉતરી ગયા છે.
​​​​​​​કામદારો લગભગ ₹90 નહીં તો ₹50નો વધારો કરી આપે તેવી માંગણી કરી રહ્યા છે. કામદારોના કહેવા મુજબ કંપનીમાં જે કેમિકલ ઉત્પાદન થઈ રહ્યું છે. તે બહુ જ ખતરનાક છે અને પોતે જીવના જોખમે આટલા નજીવા રુપીયા રોજ લઈને કામ કરી રહ્યા છે. ખરેખર તો 390થી લઈને 400 રૂપિયાનો રોજ હોવો જોઈએ. પરંતુ હજુ સુધી કંપની સત્તાવાળા કે કોન્ટ્રાક્ટરોએ કામદારોના પગારમાં વધારો કર્યો નથી અને વધારો પણ કર્યો તો માત્ર ચાર રૂપિયા જ ખરેખર આ કામદારો સાથે મજાક થવાનું કામદારોએ કહ્યું હતું. અને જો વહેલી તકે કામદારોનો પગાર વધારો નહીં કરવામાં આવે તો કામદારો આગળના દિવસોમાં ભારે વિરોધ કરશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.

IMG-20221009-WA0127.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *