Gujarat

ભરૂચ LCB ટીમે અંકલેશ્વરના અંદાડા ગામેથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

અંકલેશ્વર
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વરના અંદાડા ગામે રેઇડ કરીને ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર ટીન નંગ ૩૯૬ નો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી એક ઈસમને ઝડપી પાડીને એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે. આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવતો હોઈ આ સમય દરમિયાન શહેર જિલ્લામાં લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે તે હેતુસર ભરૂચ જિલ્લા એસપી ડો.લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલસીબીના પીઆઈ ઉત્સવ બારોટની ટીમ વહેલી સવારે અંકલેશ્વર એલ.સી. બી ઓફીસ ખાતે હાજર હતી. તે દરમિયાન હ્યુમન ઇન્ટેલીજન્સથી બાતમી હકિકત મળેલી કે અંદાડા ગામે કૈલાસ ટેકરી ખાતે રહેતો ભાવીન હર્ષદભાઇ મોદી તેના ધરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઉતારેલો છે. ટીમને મળેલી માહિતીના આધારે રેઇડ કરતા ધરના આગળના ભાગે ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયર ટીન નંગ-૩૯૬ કિ રૂ ૫૮૨૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી ભાવીન હર્ષદભાઇ મોદીને ઝડપી પાડ્યો હતો. જ્યારે હરીપરા ગામના અજય ગોકુળભાઇ વસાવાને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાની કવાયાત હાથ ધરી છે.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *