Gujarat

ભરૂચ જિલ્લા કરાર આઉટ સોર્સિંગ રોજમદાર મહાસંઘે પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદન પાઠવ્યું

ભરૂચ જિલ્લા કરાર આઉટ સોર્સિંગ રોજમદાર મહાસંઘ દ્વારા પડતર માંગણીઓ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સમાન કામ સમાન વેતન, વર્ષોથી સેવા બજાવતા કોન્ટ્રકટ આધારિત કામદારોને કાયમી કરવા સહિતના પડતર પ્રશ્નનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવાની માગ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કરાર આઉટ સોર્સિંગ રોજમદાર મહાસંઘના કર્મચારીઓએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર સમાન કામ સમાન વેતન, વર્ષોથી સેવા બજાવતા કોન્ટ્રકટ આધારિત કામદારોને કાયમી કરવા સહિતના પડતર પ્રશ્નનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવા રજૂઆત કરવામાં આવી હતી. સરકાર દ્વારા આજદિન સુધી કોઈપણ જાતના પગલા નહિ ભરવામાં આવતા શનિવારથી ચોક્કસ મુદ્દતની હડતાળ ઉતરી પડ્યા છે અને જો તેઓના પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

IMG-20220920-WA0224.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *