ભરૂચમાં ચાલુ વર્ષે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ પરિવારની સાથે શહેરીજનો પણ ગરબે ઘૂમ્યા હતા. મોટી સંખ્યામાં માઈ ભક્તોએ ગરબા રમી માતાજીની ભક્તિમાં લીન થયા હતા. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે બે વર્ષથી અટકી પડેલી જનજીવનની ગાડી હવે પાટા પર આવી ચૂકી છે.
લોકો હવે નવલાં નોરતાં માટે સજ્જ બની ચાલુ વર્ષે ઠેર ઠેર ગરબાના આયોજન થયા છે ત્યારે વાલીઓને તેમની દીકરીઓની પણ ચિંતા સતાવી રહી છે. બાળકીઓ અને યુવતીઓ સલામતી અને સુરક્ષા સાથે ગરબા રમી શકે તે માટે ભરૂચના પોલીસ હેડક્વાર્ટરના વિશાળ મેદાન ખાતે સમૂહ આરતી કરી નવરાત્રિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલના માર્ગદર્શન હેઠળ સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નવતર આયોજન કરવામાં આવ્યું છે. જેનાથી પોલીસ પરિવારની સાથે અન્ય લોકો પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે આવી મુક્ત અને સુરક્ષા,સલામતી સાથે ગરબાની રમઝટ માણી શકે.
Attachments area


