Gujarat

ભરૂચના બે આઈપીએસ વિકાસ સુંડા અને વિશાખા ડબરાલને એસપી રેન્કના સોલ્ડર બેઝ અર્પણ કરાયા

ભરૂચ
ભરૂચ જિલ્લાના બે આઈપીએસ ના પણ તાજેતરમાં બઢતી સાથે બદલીના ઓર્ડર થયા હતા.ભરૂચ અને જંબુસર એએસપી વિકાસ સુંડા તેમજ વિશાખા ડબરાલને હાલમાં જ રાજ્યના અન્ય ૨૨ આઈપીએસ સાથે બઢતી અને બદલીના ઓર્ડર કરાયા હતા.ભરૂચ એએસપી વિકાસ સુંડાની બઢતી સાથે બદલી ગાંધીનગર કોસ્ટલ સિક્યોરિટીના એસપી તરીકે કરાઈ હતી. જ્યારે જંબુસર એએસપી વિશાખા ડબરાલને મહેસાણા એસઆરપીએફ ગ્રુપ ૩ ના કમાન્ડન્ટ બનાવવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે બન્ને આઈપીએસ ની પાઈપિંગ સેરેમની યોજાઈ હતી. જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલના હસ્તે એસપી રેન્કમાં બઢતી પામેલા બન્ને આસિસ્ટન્ટ પોલીસ સુપ્રીટેન્ડન્ટને એસ.પી. રેન્કના સોલ્ડર બેઝ અર્પણ કરવામાં આવ્યા હતા.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *