ભરૂચ
ભરૂચના શ્રીમાળી પોળ ખાતે આવેલ મુનીસુવ્રત સ્વામી જૈન દેરાસરના કેમ્પસ સ્થિત રૂમમાં રથની ઉપર લગાવેલ ૧૫ કિલો ચાંદીના પતરા મળી કુલ ૬ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ભરૂચ શહેરમાં આવેલ શ્રીમાળી પોળ ખાતે આવેલ મુની સુવ્રત સ્વામી જૈન દેરાસરના કેમ્પસ સ્થિત રૂમને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. તસ્કરો રૂમમાં પ્રવેશ કરી અંદર મુકેલ રથની ઉપર લગાવેલ ૧૫ કિલો ચાંદીના પતરા મળી કુલ ૬ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે ગત તારીખ-૨૮-૮-૨૦૧૯ થી લઇ ૩૦-૮-૨૦૨૨ દરમિયાન ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. ચોરી અંગે શ્રી જૈન ધર્મ ફંડ પેઢીના ટ્રસ્ટી શાંતિલાલ કેસરીચંદ શાહે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


