Gujarat

ભરૂચની એસઓજી પોલીસે લાખો ડ્રગ્સ સાથે ત્રણ વ્યક્તિ ની અટકાયત કરી

ભરૂચ
ભરૂચ એસઓજીને અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચે પાર્ટી ડ્રગ્સના સપ્લાયર અને કેરિયર ભેગા થવાના હોવાની બાતમી મળી હતી. જેના આધારે વોચ ગોઠવતા ઇકો કારમા ડિલિવરી આપવા આવેલા બે આરોપી અને ડિલિવરી લેનાર કેરિયરને એસઓજીએ પકડી પાડ્યો હતો. કાર નંબર જીજે ૫ આર.ઇ. ૬૫૦૯ માં દઢાલના મદનીનગરના રિઝવાન અબ્દુલ સૈયદ અને નવાગામ કરારવેલનો શરીફ ઉર્ફે સદામ ચૌહાણ એમ.ડી. ડ્રગ્સ મેફોડ્રિન પાન મસાલાની પડકીમાં લઈ આવ્યા હતા. મ્યાઉ મ્યાઉ ડ્રગ્સનો ૨૭ ગ્રામ ૩૮૦ મિલિગ્રામ જથ્થો ઝઘડિયાના દઢેડા ગામનો સાદાબોદીન ઉર્ફે સાદાબ શેખ લેવા આવ્યો હતો. એસ.ઓ.જી. એ ત્રણે ડ્રગ્સના સોદાગરોને ઝડપી પાડી ?૨.૭૩ લાખનું એમ.ડી.ડ્રગ્સ, ઇકો કાર, ૪ મોબાઈલ અને રોકડ મળી કુલ ?૫ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ ડ્રગ્સ તેઓ સુરત કડોદરા ચોકડી ખાતેથી વેચાણ અર્થે લાવ્યા હતા. એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ એસ.ઓ.જી. પી.આઈ. કે.ડી. મંડોરા એ હાથ ધરી છે. સાથે જ ઝડપાયેલા એમ.ડી. ડ્રગ્સના સેમ્પલ લઈ તેને તપાસ માટે એફએસએલ માં મોકલી આપવામાં આવ્યા છે. ભરૂચમાં અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચેથી રૂપિયા ૨.૭૩ લાખના મ્યાઉ મ્યાઉ એમ.ડી.ડ્રગ્સ સાથે નશાના ૩ સોદાગરોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ રૂપિયા ૫ લાખના મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની ધરપકડ કરી છે.

SOGA-accelerated-with-drugs.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *