Gujarat

ભરૂચની ઝાડેશ્વર ગ્રામ પંચાયતનો તલાટી મંત્રી 47,500 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

ભરૂચની ઝાડેશ્વર ગ્રામ પંચાયતના તલાટીએ કોન્ટ્રકટરના ₹8.65 લાખના પેમેન્ટનો ચેક આપવા વહીવટ પેટે માંગેલી રૂપિયા 47,500 ની લાંચ લેતા વડોદરા ફિલ્ડ ACB ના છટકામાં રંગેહાથ ઝડપાઇ ગયો હતો.
ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં RCC રોડ અને પેવર બ્લોકનું કામ કોન્ટ્રકટરે કર્યા બાદ પેમેન્ટનો ચેક આપવા તલાટીએ માંગેલા ‘વહીવટ’માં તે ACBની ટ્રેપમાં ટ્રેપ થઈ ગયો હતો.ફરિયાદી કોન્ટ્રાકટરને ઝાડેશ્વર ગ્રામ પંચાયત તરફથી આર.સી.સી. રોડ તથા પેવર બ્લોકનું કામ કરવાનો કોન્ટ્રાકટ મળ્યો હતો. જે કામો તેઓએ પુરા કરી દીધા હતા. તમામ કામોના બીલના કુલ ₹8.65 લાખ કોન્ટ્રકટરને લેવાના થતા હતા.નાણાંના ચેક આપવા માટે ઝાડેશ્વર ગ્રામ પંચાયતના તલાટી રાજેન ગોરધનભાઇ પટેલે ફરિયાદી કોન્ટ્રકટર પાસે બીલની રકમના 5.5 % લેખે ₹47,500 લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી વહીવટદારને આપવા માંગતા ન હોય, પોતાની ફરીયાદ ACB ને જાહેર કરી હતી.
વડોદરા ACB ફીલ્ડ PI એમ.કે. સ્વામી અને સ્ટાફે મંગળવારે સાંજે છટકું ગોઠવું હતું. વડોદરાના મદદનીશ નિયામક પી.એચ.ભેસાણીયાના સુપર વિઝનમાં ગોઠવાયેલા છટકામાં કોન્ટ્રકટરને તલાટીએ ઝાડેશ્વર ગ્રામ પંચાયત બોલાવ્યો હતો. જ્યાં પંચાયત બહાર રોડ ઉપર જ કોન્ટ્રેક્ટરની કારમાં ₹47,500 ની લાંચ લેતા તલાટી રાજેન પટેલ ACB ના હાથે ઝડપાઇ ગયો હતો. ACB લાંચિયા તલાટીની ધરપકડ કરી પોતાના રાજય સેવકના હોદ્દાનો દુરઉપયોગ અને ગેરવર્તણુક કરી ગુન્હો કરવા અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

IMG-20220921-WA0158.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *