ભરૂચ
ભરૂચ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં કોવિડ સ્મશાન ખાતે પ્રથમ અને જિલ્લામાં બીજું મોત નોંધાયું છે. ભરૂચ લિંક રોડ પર રહેતા ૯૪ વર્ષીય વૃદ્ધ ગત ૧૫ મી ના રોજ કોરોના સંક્રમિત થતા ધરે જ હોમ આઈસોલેટ હેઠળ સારવાર લઇ રહ્યા હતા. તેમનું બીજા દિવસે ૧૬ જાન્યુઆરીના રોજ કોરોનામાં અંતિમ શ્વાસ લીધો હતો. જેમની અંતિમ ક્રિયા કોવિડ સ્મશાન ગૃહ ખાતે સામાજિક કાર્યકર અને કોવિડ સ્મશાન ગૃહ સંચાલક ધર્મેશ સોલંકી ની હાજરીમાં રાત્રીના સ્વજનો દ્વારા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે. કે ૯૪ વર્ષીય દાદાએ વેક્સિનના ડોઝ લીધા ન હતા. જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં પ્રથમ મોત નોંધાયું છે. ત્યારે અગાઉ જિલ્લા ૪૮ દિવસ પહેલા કોરોનામાં જિલ્લામાં મોત થયું હતું. જિલ્લા કોરોના પ્રથમ લહેરમાં કોવિડ સ્મશાન ગૃહ ખાતે ૪૮૫ અને બીજી લહેરમાં ૧૮૭૪ મૃતકોને અગ્નિદાહ આપવામાં આવ્યો હતોભરૂચ શહેર જિલ્લામાં કોરોના મહામારીએ આક્રમકરૂપ ધારણ કર્યું છે. જિલ્લામાં મકરસંક્રાંતિ, શનિ-રવિવારની રજાના દિવસે કોરોનાના કેસ ઓછા આવ્યાં બાદ સોમવારે ૨૮૪ કેસ નોંધાયાં હતાં. જેમાં સૌથી વધુ ૧૯૮ કેસ માત્ર ભરૂચ પંથકમાં જ્યારે અંક્લેશ્વરમાં ૫૨ કેસ નોંધાયાં હતાં. જ્યારે કોવિડ સ્મશાન ખાતે ત્રીજી લહેરમાં પ્રથમ મૃતદેહની અંતિમક્રિયા કરવામાં આવી હતી.


