ભરૂચ
ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરત તરફથી વડોદરા બાજુ જતી બોલેરો પીકઅપ ગાડી નંબર-જી.જે.૨૭.ટી.ટી.૬૯૭૯માં વિદેશી દારૂનો જથ્થો લઇ જવામાં આવી રહ્યો છે. જેવી બાતમીના આધારે સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ નેશનલ હાઇવે ઉપર કેબલ બ્રિજના ઉત્તર છેડા પર વોચમાં હતો તે સમયે બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૭૦૮ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૮૫ હજારનો દારૂ અને ત્રણ ફોન તેમજ ૫ લાખની ગાડી મળી કુલ ૫.૧૨ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને અમદાવાદની અદાણી ચોકડી પાસે ઝુપડપટ્ટીમાં રહેતો રમેશ કેશિયા મીણા અને પારૂલબેન વિનોદ વાઘેલાને ઝડપી પાડી હતી.ભરૂચ સી ડિવિઝન પોલીસે કેબલ બ્રિજ પરથી બોલેરો પીકઅપ ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ૫.૧૨ લાખના મુદ્દામાલ સાથે મહિલા સહીત બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.
