Gujarat

ભાગ લેવા ઇચ્છુક બાળકોએ તા.૩૦ ડિસેમ્બર સુધીમાં અરજી કરવી

૨૦૨૨ (બુધવાર) રાજયના ૮ થી ૧૩ વર્ષની વયમર્યાદા ધરાવતા બાળકો સાહસિક બને અને કુદરતી વાતાવરણમાં તેઓની શક્તિ ખીલે, તે હેતુથી રાજય સરકારના

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ  કચેરી દ્વારા આગામી જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન જૂનાગઢ ખાતે

એડવેન્ચર કોર્ષ સાત દિવસીય તાલીમ યોજાશે. આ તાલીમ માટે  ૧૦૦ બાળકોને ભાગ લેવાની તક મળી શકશે. આ એડવેન્ચર કોર્ષ માટે તા.૩૧/૧૨/૨૦૨૨ના રોજ ૮ થી ૧૩ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેવા અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેમણે પોતાનું પુરું નામ, સરનામુ, જન્મનો પુરાવો, શૈક્ષણિક લાયકાત, જાતિનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, બેંક પાસબુક, NCC/NSS, રમતગમત, સાહસિક પ્રવૃત્તિઓ, મેડીકલ પ્રમાણપત્ર, વાલીનું સંમતી પત્રક સહિતની વિગતો સાથેની પોતાની અરજી નિયત નમૂનામાં  સંપૂર્ણ વિગતો ભરીને આધાર-પુરાવાઓ સાથે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બ્લોક નં.૧, પહેલો માળ, બહુમાળી ભવન, સરદાર બાગ, મુ. જૂનાગઢ, જિ. જૂનાગઢને તા.૩૦/૧૨/૨૦૨૨ સુધીમાં મોકલી આપવું. આ તાલીમ શિબિર દરમિયાન નિવાસ, ભોજન, શિબિર સ્થળે આવવા-જવાનો પ્રવાસ ખર્ચ તેમજ ભાગ લેવા બદલ પ્રમાણપત્ર રાજય સરકારશ્રી દ્વારા આપવામાં આવશે. આ એડવેન્ચર કોર્ષ માટેના ફોર્મ દરેક જિલ્લાની રમતગમત અધિકારીની કચેરી ખાતેથી અથવા ફેસબુક ID – DSO JUNAGADHCITY પરથી મળી રહેશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પસંદ થનાર બાળકોને જિલ્લા યુવા વિકાસ અધિકારી, જુનાગઢ દ્વારા પત્ર મોબાઇલ/ઇ-મેઇલ મારફતે જાણ કરવામાં આવશે. આ અંગે કોઇપણ પૃચ્છા હોય તો જિલ્લા રમત ગમત અધિકારી, જૂનાગઢ ઓફિસ નંબર (૦૨૮૫) ૨૬૩૦૪૯૦ તેમજ ઇ-મેઇલ dsojunagadhcity20@gmail.com  પર સંપર્ક કરવા એક અખબાર યાદી માં જણાવાવમાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *