અરવલ્લી
વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે રાજકીય પક્ષોએ પ્રચાર અભિયાન તેજ કર્યું છે. ત્યારે ભાજપ દ્વારા શરૂ કરાયેલ ગુજરાત ગૌરવ યાત્રા અરવલ્લી જિલ્લામાં પ્રવેશી છે. ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા સાંજે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં બાયડ તાલુકાના તેનપુર થી અરવલ્લી જિલ્લામાં પ્રવેશી હતી. બાયડના ભુડાસનમાં યાત્રાનું સ્વાગત કરાયું હતું. આ યાત્રામાં પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર પૂર્વ યુવા ભાજપ પ્રમુખ ઋત્વિજ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. યાત્રા બાયડ પહોંચતા જ જાહેર સભા યોજાઈ હતી. સભામાં બોલતા ધર્મેન્દ્ર પ્રધાને કોંગ્રેસને આડે હાથ લીધી અને કહ્યું કે એક પરિવાર દેશનો માલિક બનીને બેઠો હતો. અમે જનતાના મજૂર છીએ કહી કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. સમય કરતાં એક કલાક લેટ એટલે કે યાત્રા મોડાસા પહોંચી. ત્યાં પણ મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો યાત્રામાં ઉપસ્થિત રહી સ્વાગત કર્યું હતુ. મોડાસા કે એન શાહ હાઈસ્કૂલમાં જાહેર સભાને મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સંબોધન કર્યું હતું.


