Gujarat

ભાજપમાં ક્યારેય નહીં થાય ક્રોસ વોટિંગ ઃ નીતિન પટેલ

ગાંધીનગર
એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ ગુજરાત આવી પહોંચ્યાં છે. એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે તેમનું સ્વાગત કર્યું. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલ, ભાજપ મહામંત્રી સી ટી રવિ પણ ગુજરાત પહોંચ્યાં છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થવાની શક્યતાને લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું, ભાજપમાં ક્યારેય ક્રોસ વોટિંગ નહીં થાય. રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ કોંગ્રેસની પણ બેઠક મળશે. કોંગ્રેસમાંથી કોઈ ધારાસભ્ય ક્રોસ વોટિંગ ન કરે તે માટે આ બેઠક મળશે, વિપક્ષે યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યાં છે.
દેશના ૧૫મા રાષ્ટ્રપતિ માટે ૧૮ જુલાઈના રોજ મતદાન થશે અને ૨૧ જુલાઈના રોજ નવા રાષ્ટ્રપતિની જાહેરાત કરાશે. રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને ગુજરાત ભાજપમાં પણ કવાયત શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીના પગલે આજે ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોને ગાંધીનગર પહોંચી જવા અને ભાજપના તમામ સ્ન્છને આજથી ૧૮ જુલાઈ સુધી ગાંધીનગર ન છોડવા સૂચના આપવામાં આવી છે.
દ્રૌપદી મુર્મૂ ૧૫ જુલાઈના રોજ આવવાના હતા. આ કાર્યક્રમ સ્ટેચ્યૂં ઓફ યુનિટી ખાતે નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ ભારે વરસાદને પરિણામે આ કાર્યક્રમ છેલ્લી ઘડીએ પડતો મૂકવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ ૧૧૫ ઉમેદવારી પત્રો ભરાયાં હતાં. જેમાંથી ૨૮ માન્ય રાખ્યાં છે અને આવતીકાલે ચૂંટણી યોજાશે.

Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *