Gujarat

ભાજપમાં જોડાવાની વાતનું સુખરામ રાઠવાએ કહ્યું કે મરીશ તોપણ કોંગ્રેસનું કફન ઓઢીને જ મરીશ

ગઈકાલે મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાતા આજે વિપક્ષ નેતા સુખરામ રાઠવા પણ ભાજપમાં જોડાશે તેવી અટકળો વહેતી થઈ હતી. જેનું ખંડન ખુદ સુખરામ રાઠવાએ કર્યું હતું. સુખરામ રાઠવાએ પત્રકારોને સંબોધતા કહ્યું કે, ગઈકાલે જે ઘટના બની તેના અનુસંધાને ટીવી મીડિયામાં જે વાતો વહેતી થઈ હતી, તેનું ખંડન કરવા મને મોવડી મંડળ દ્વારા આદેશ કરવામાં આવ્યો અને સાચી વાત લોકો સુધી પહોંચે અને કોઈને મનદુઃખ ના થાય અને કોઈને પણ સંદેહ ના જાય કે સુખરામ રાઠવા કોંગ્રેસ પક્ષ સાથે નથી, તેનો ખુલાશો કરવા માટે જ અહી આવ્યો છું.

1985થી સતત 2002 સુધી મેં છોટા ઉદેપુરનું પ્રતિનિધિત્વ કર્યું છે વધુમાં તેમણે જણાવતા કહ્યું કે, ચૂંટણીઓ આવે ત્યારે ઘણાં બધાં સમીકરણો બદલાતા હોય છે. કેટલાક મિત્રો ભાજપમાંથી કોંગ્રેસમાં પણ આવે છે અને કેટલાક મિત્રો કોંગ્રેસમાંથી ભાજપમાં પણ જાય છે. આ ચૂંટણીની રણનીતિ છે. જેના ભાગરૂપે ગઈકાલે જે ઘટના બની તેનાથી હું ઘણો જ દુઃખી છું. પણ પાર્ટી હુ છોડવાનો નથી, હુ પાર્ટીની સાથે જ છું. હું સુખરામ રાઠવા 1985થી છોટા ઉદેપુર વિધાનસભાનો ધારાસભ્ય હતો, 1985થી સતત 2002 સુધી છોટા ઉદેપુરનું પ્રતિનિધિત્વ કર્યું છે.

હું વખતો વખત સમાજની સાચી વાત કરતો રહ્યો છું – રાઠવા

પછી સમીકરણો બદલાતા 2012માં પાવી જેતપુર વિધાનસભા ચૂંટણી લડ્યો હતો અને હાર થઈ હતી. તેમ છતાં મે પાર્ટીનો છેડો ફાડ્યો ન હતો. પાર્ટીની સાથે રહીને 2017માં મારી પસંદગી કરતાં, હું ફરીથી ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યો હતો. વખતો વખત સમાજની સાચી વાત કરતો રહ્યો છું. બધાની વાત કરતો રહ્યો છું. પણ હમણાં જે માહોલ છે. બધા અપેક્ષા રાખીને બેઠા છે કે સુખરામ રાઠવા શું કરશે ?.ઠુકરાવી દીધા હતા – રાઠવા સુખરામ રાઠવા કોંગ્રેસ પક્ષ છોડી રહ્યાં છે, તે વાતને ખંડિત કરવા હું અહીંયા આવ્યો છું. ગુજરાતની આમ જનતાને જણાવું છું કે, હું સુખરામ રાઠવા, વિપક્ષના નેતા કોંગ્રેસ પક્ષની સાથે છું. કોંગ્રેસ પક્ષની સાથે રહીશ, મરીશ તો પણ કોંગ્રેસનું કફન ઓઢીને મરીશ. હું કોંગ્રેસી છું, કોંગ્રેસની સાથે જ રહીશ. મોહનસિંહ રાઠવાએ ભાજપમાં ગયાએ એમનો અંગત વિષય છે, કેમ ગયા, શા માટે ગયા, એની ચર્ચામાં ઉતરવા માંગતો નથી. સુખરામ રાઠવા જે કહે છે તે પાળે છે. મારી પાસે પણ ભાજપમાં જોડાવવાના પ્રલોભનો હતા, પણ મેં એને ઠુકરાવી દીધા હતા અને કોંગ્રેસની ટિકિટ લઈને જીત્યો હતો.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20221109-204051_Gallery.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *