Gujarat

ભાદર-1 ડેમ 95 ટકા ભરાયો, પીવાના પાણીની સમસ્યા હળવી બની

સૌરાષ્ટ્રનો  બીજા નંબરનો ડેમ ભાદર-1 પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. રાજકોટ જિલ્લામાં આવેલો ભાદર-1 ડેમ 95 ટકા ભરાયો છે.ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના પગલે રાજ્યના મોટાભાગના જળાશયો અને ડેમમાં પાણીની આવક વધી છે. જેમાં સૌરાષ્ટ્રનો  બીજા નંબરનો ડેમ ભાદર-1 પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જેતપુર પાસે આવેલો ભાદર-1 ડેમ 95 ટકા ભરાયો છે. ભાદર ડેમની જળસપાટી 33.25 ફૂટ પર પહોંચી છે. જ્યારે ડેમની કુલ સપાટી 34 ફૂટની છે.
જેના પગલે  જેતપુર, વીરપુર, ગોંડલના પીવાના પાણીની સમસ્યા હળવી બની છે. આ ઉપરાંત રાજકોટના અમુક વિસ્તારની પીવાની પાણીની સમસ્યા હળવી બની છે.
જો કે ભાદર ડેમમાં પાણીની આવક વધતા 22 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.જેમાં ગોંડલ તાલુકા, જેતપુર તાલુકા, જાંકડોરણા તાલુકાના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. ભાદર -1 ડેમમાં હાલ 3264 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ પંથકમાં ભારે વરસાદ પડતા ભાદર ડેમમાં પાણીની આવક વધી છે.

IMG-20220817-WA0283.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *