ગિરગઢડા
ભરત ગંગદેવ…
ભારત સરકાર દ્વારા તા.૦૧/૦૧/૨૦૦૪ થી જૂની પેન્શન યોજનાને બંધ કરી નવી પેન્શન યોજના કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવેલ છે. જેને ગુજરાત સરકાર દ્વારા તા.૦૧/૦૪/૨૦૦૫ ની અસરથી લાગુ કરવામાં આવેલ છે. તા.૦૧/૦૪/૨૦૦૫ કે તે પછી સરકારી નોકરીમાં દાખલ થનાર કર્મચારીઓ અને ફિક્સ પગારની નીતિના અનુસંધાને તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલા નોકરીમાં દાખલ થનાર પરંતુ, તા.૦૧/૦૪/૨૦૦૫ કે તે પછી નિયમિત નિમણૂક મેળવનાર કર્મચારીઓને નિવૃત્તિ બાદ મળતુ આજીવન પેન્શન અને તેને સંલગ્ન કેટલાક લાભો બંધ કરી દેવામાં આવેલ છે.
ગુજરાત રાજય સરકારના લાખો કર્મચારીઓની જૂની પેન્શન યોજના લાગુ પડવા અંગેની માંગણી ખૂબ જ પ્રબળ થઈ રહેલ છે. ઉક્ત માંગણીના અનુસંધાને વારંવાર NOPRUF GUJARAT ટીમ દ્વારા રાજ્ય સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી રહી છે તેમજ NOPRUF GUJARAT ટીમ દ્વારા મુખ્યમંત્રીશ્રીને, આપના મંત્રીમંડળના માન. માનનીય મુખ્યમંત્રીશ્રી, નાણામંત્રી શ્રી તેમજ ગુજરાત રાજય ના તમામ કેબીનેટમંત્રીશ્રીઓને તેમજ ઘણાં માન. ધારાસભ્યશ્રીઓને વારંવાર જૂની પેન્શન યોજના લાગુ કરવા સારૂ મૌખિક તેમજ લેખિત આવેદનો આપવામાં આવેલ છે. વધુમાં, મંત્રીમંડળના માન. મંત્રીશ્રીઓ તેમજ ઘણાં માન. ધારાસભ્યશ્રીઓ દ્વારા પણ સરકાર ને નવી પેન્શન યોજનાને સ્થાને જૂની પેન્શન યોજના લાગુ કરવા ભલામણ કરેલ છે જે માટે NOPRUF ગુજરાત ટીમ તમામ NPS ધારક સરકારી અધિકારી / કમર્ચારીઓ વતી આભાર માને છે. પરંતુ, હજી સુધી આ બાબતે કોઇ પણ પ્રકારનો સકારાત્મક નિર્ણય લેવામાં આવેલ નથી. પ્રસ્તુત મુદ્દા પરત્વે અત્યંત શિથિલતાથી કાર્યવાહી થઈ રહી હોય તેમ જણાય છે. તાજેતરમાં નિવૃત્ત થયેલા NPS ધારકો તથા મૃત્યુ પામેલ NPS ધારકોની વિધવાઓ અત્યંત દારૂણ સ્થિતિમાં જીવી રહ્યા છે. જેની વિગતો જાણીને કર્મચારીઓનું ધૈર્ય ખૂટી પડેલ છે.
રાજ્યના NPS ધારકોની લાગણી અને માંગણીને વધુ પ્રખરતાથી રજૂ કરવા ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિ તા.૧૪/૦૪/૨૦૨૨ ને “પેન્શન અધિકાર દિવસ” તરીકે મનાવવાનું NOPRUF અને અન્ય સહયોગી સંગઠનો દ્વારા નક્કી કરવામાં આવેલ છે. આ નિમિતે
તા. ૧૪ એપ્રિલ ૨૦૨૨ ના રોજ ડૉ. બાબાસાહેબ ના ફોટો/પ્રતિમા ને પુષ્પા અંજલિ કરી NPS ધારક અધિકારીઓ/કર્મચારીઓ પડતર પ્રશ્નો અને OPS ની પ્લેય કાર્ડ બનાવી મંડળ ના બેનર સાથે ફોટો લેશે
૧૪ એપ્રિલ ૨૦૨૨ ના રોજ દરેક NPS કર્મચારીઓ ઓ પોતાના મતવિસ્તારમાં જ્યાં પણ વિધ કર્મચારી મંડળો દ્વારા પેન્શન બંધારણ અધિકાર દિવસ માનવવામાં આવતો હોય ત્યાં આપણા મંડળ ના પડતર પ્રશ્નો અને OPS ના પ્લેય કાર્ડ સાથે હાજર રહશે.
દરેક વિધાનસભા મત વિસ્તાર ના માન. ધારાસભ્યશ્રી ને આવેદન આપવાની સાથે NPS ના ગેરલાભ અને NPS ધારક અધિકારીઓ/કર્મચારીઓ ને થતા નુકશાન થી અવગત કરવામાં આવશે
નવી પેન્શન યોજનામાં કર્મચારીના પગારની ૧૦% રકમની સામે સરકારશ્રી દ્વારા ૧૦% રકમ મળી કુલ રકમ NPS ફંડમાં જમા થાય છે. જે રકમ શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવે છે. જેથી કર્મચારીને નિવૃત્તિ સમયે મળવાપાત્ર રકમ નિશ્ચિત રહેતી નથી અને નિવૃત્તિ બાદ મળતી પેન્શનની અત્યંત નજીવી રકમમાં જીવન નિર્વાહ કરવું કે કુટુંબનું ભરણપોષણ કરવું ખૂબ જ મુશ્કેલીસભર અને દોહ્યલુ બને છે તથા કર્મચારી દારુણ સ્થિતિમાં પણ આવી જાય છે.
નવી પેન્શન યોજનાના ગેરલાભ નીચે મુજબ છે.
નિવૃત્તિ સમયે મળનાર રકમની અનિશ્ચિતતા
નિવૃત્તિ બાદ મળતું નહીવત પેન્શન
નિવૃત્તિ બાદ મળતા પેન્શન પર મોંઘવારી ભથ્થુ ન મળવાથી પેન્શનની નહીવત રકમમાં આજીવન કોઈ જ ફેરફાર ન થવો
મેડીકલ એલાઉન્સ કે મેડીકલ બીલના ચુકવણાની જોગવાઈનો અભાવ
શેર બજાર આધારિત હોવાથી કર્મચારીની મૂડી અને વળતરમાં અનિશ્ચિતતા
આકસ્મિક સંજોગોમાં બચત (નાણા)ની જરૂરિયાત હોય તો ચોક્કસ સંજોગો સિવાય નાણા ન મળવા
તા.૦૧/૦૫/૨૦૨૨ ના રોજ ગુજરાત રાજ્યનો સ્થાપના દિન છે તેમજ વિશ્વ મજૂર દિવસ પણ છે. આ સપરમા દિવસે દેશના સૌથી વિકસિત રાજ્યોમાં જેનો સમાવેશ થાય છે અને જેનો મોડેલ સ્ટેટ તરીકે ઉલ્લેખ થાય છે તેવા ગુજરાત રાજ્યના કર્મયોગીઓ માટે આપના દ્વારા જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવામાં આવે તેવી અમારી માંગણી છે.
રાજ્યના NPS ધારકો વતી અમારી ઉક્ત માગણી પરત્વે આપશ્રી દ્વારા સકારાત્મક નિર્ણય ન લેવાની સ્થિતિમાં અમોએ આગામી સમયમાં બંધારણની મર્યાદામાં રહીને ગાંધીચિંધ્યા માર્ગે વધુ કાર્યક્રમો જેવા કે, “પેન્શન સત્યાગ્રહ પ્રતિક ધરણા” જેવા કાર્યક્રમ આપવાની ફરજ પડશે.
તમામ કાર્યક્રમોમાં ગુજરાત રાજયના જુદા જુદા મંડળો અને મહામંડળોનો પૂરેપૂરો સાથ સહકાર જાહેર કરવામાં આવેલ છે. જેથી સંવેદનશીલ સરકાર અમારી ઉક્ત માંગણીને ગંભીરતાપૂર્વક લેવા અને સરકારી કર્મચારીઓ તેમજ સરકારશ્રીના હિત સારૂ જૂની પેન્શન યોજના તાત્કાલીક લાગુ કરવા તમામ કર્મચારીઓ વતી અમારી પુનઃ નમ્ર વિનંતી છે.
