Gujarat

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમાન રામનાથ કોવિંદની તા.૧૭ મી ડિસેમ્બરની નર્મદા જિલ્લાની મુલાકાતના અયોજિત કાર્યક્રમ અંગે જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ યોજેલી સમીક્ષા બેઠક  

 ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમાન રામનાથ કોવિંદની તા.૧૭ મી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ નર્મદા જિલ્લાની મુલાકાત અને તેમની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમના સૂચારા આયોજન અને પૂર્વ તૈયારીઓની સમીક્ષા માટે જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી બેઠકમાં સંબંધિત અમલીકરણ અધિકારીઓને સોંપાયેલી વિવિધ કામગીરી અને જવાબદારીઓ સુપેરે નિભાવવાની સૂચના સાથે જરૂરી માર્ગરદર્શન પુરુ પાડ્યું હતું.
              જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકીત પન્નુ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી જી.એ. સરવૈયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે. જાદવ, પ્રાંત અધિકારીશ્રી શૈલેષ ગોકલાણી, SOUDATGA ના નાયબ કલેકટરશ્રી શિવમ બારીયા સહિત સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકમાં ચર્ચા થયા મુજબ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમાન રામનાથ કોવિંદ તા.૧૭ મીએ સવારે ૧૦=૧૫ કલાકે એકતાનગર હેલીપેડ ખાતે હેલીકોપ્ટર દ્વારા આવી પહોંચશે અને ત્યાંથી સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની પ્રતિમા પાસે ભાવવંદના કરશે. ત્યારબાદ બપોરે ૧૧=૪૫ કલાકે ગરૂડેશ્વરમા માં નર્મદા ઘાટ ખાતે શ્રી વિવેકજી દ્વારા આયોજીત અમૃતસ્ય માં નર્મદા પદ પરિક્રમાના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓશ્રી ત્યાંથી એકતાનગર VVIP સરકીટ હાઉસ પહોંચશે અને બપોરે ૩=૩૦ કલાકે એકતાનગર હેલીપડે ખાતેથી ગાંધીનગર જવા રવાના થશે.

IMG-20221216-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *