ભાવનગર
ભાવનગર શહેરના ઈસ્કોન ક્લબ ખાતે ત્રિદિવસીય ઇન્ડિયા જ્વેલરી શો ૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.૨૪, ૨૫ અને ૨૬ દરમિયાન તમને ભારતભરના કલાત્મક સોના અને ડાયમંડ જ્વેલરી એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. ભાવનગરમાં ક્યારેય પણ તમે જ્વેલરી જાેઈ નહીં હોય, તે સમગ્ર ભારતમાંથી સોના અને હીરાના દાગીનામાં આકર્ષક, આશ્ચર્યજનક અને અદભૂત કલાના કાર્યોને પ્રદર્શિત કરવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ પ્રીમિયમ ઇવેન્ટ ફક્ત ટોપ એન્ડ અને એક્સ્ટ્રાવેગેન્ઝાથી ભરેલી છે. એ-ક્લાસ ક્લીક માટે તે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. આ ભવ્યતાને ખૂબ જ ઓળખ મળી છે અને દેશના વિવિધ ભાગોમાં દર વર્ષે તેનું આયોજન કરવામાં આવે છે. અત્યારે સુધીમાં ૫૦થી વધુ ઇન્ડિયા જ્વેલરી એક્ઝિબિશન શો કરી ચુક્યા છે. ખાસ કરીને ભારતના પ્રખ્યાત જ્વેલર્સની જ્વેલરી એક્ઝિબિશન શોમાં ફિન્નતી, રાજેસ્થાન જેવલર્સ વલસ જ્વેલર્સ હારીત ઝવેરી, કાંતિલાલ, શાહ જયંતિલાલ એન્ડ સન્સ જેવલર્સ, પંચરત્ન જેવલર્સ, વી.જી.જેવલર્સ, ભગવતી જેવલર્સ અને રુદ્રા લાઈફ સહિતની ભારતની અગ્રગણ્ય કંપનીઓએ આ એક્ઝિબિશનમાં ભાગ લીધો છે. અમારી પાસે ઓલ હેન્ડક્રાફેટડ, હેન્ડ મેઈડ, મશીન મેઈડ ચિતરાઈ વર્ક, રિયલ પોલકી, રિયલ અનકટ ડાયમંડ પુલી, રિયલ રૂબી, એમબ્રેડ સોલ્ટ વરમીશ રૂબી સહિતની અવનવી ડિઝાઇનની છે. અમારી પાસે સેટ્સમાં બધી જ પ્રકારના ઉપલબ્ધ છે. મિનિમમ ૨૦ ગ્રામથી શરૂ કરીને એટલે કે ૫૦ હજારથી લઈ ૫૦ લાખ સુધીના જ્વેલરી તથા ડાયમંડમાં ઉપલબ્ધ છે. અમે અમદાવાદથી આવ્યા છીએ અને પોતાનું જ મેન્યુફેક્ચરિંગ વર્ક છે અને રિટેલરની શોપ ૭ વર્ષથી ખોલી તેને થયા છે. ભારતના બધા ખૂણે આપણે સ્ટોક સપ્લાય કરીએ છીએ. એને એ પણ સારી બ્રાન્ડમાં ઉપલબ્ધ છે. અત્યારે આપણી પાસે ખાસ તો હેરિટેજ કલેકશન છે. બધાથી અલગ છે. જે વર્ષો પહેલા બાપ-દાદાના સમયથી ચાલતું આવે તેવા કલેક્શન આપણી પાસે ઉપલબ્ધ છે, વેન્ડીગ કલેક્શન છે અત્યારે ટેમ્પલ હેરિટેજ અને પુલકીનો ટ્રેન્ટ વધારે ચાલી રહ્યો છે. ઇન્ડિયા જ્વેલરી શોના ડાયરેક્ટર પ્રણવ ઝવેરી છેલ્લા ૪ વર્ષથી ભાવનગરમાં આ આયોજન કરવામાં આવે છે. ભારતભરથી ૧૦ જેટલી બ્રાન્ડ લઈને આવ્યા છીએ. ભાવનગરમાં મળવી મુશ્કેલ છે જે તમને અહીંયા મળી શકે છે. કોઈના ઘરે પ્રસંગે છે તેઓ માટે બેસ્ટ ઓફ જેવેલેરી અહીંયા મળશે, તમે ક્યાં નહીં જાેઈ એવી ડિઝાઈનર વસ્તુઓ જાેવા મળશે. ભાવનગર આવતા ૬ મહિના પછી જે ડિઝાઇન આવવાની છે તે પહેલા અહીંયા તમને મળશે. જે તમે ક્યાં નહીં જાેઈ હોય તેવી ડિઝાઈનર વસ્તુઓ ઉપલબ્ધ થશે.ઇન્ડિયા જ્વેલરી શો -૨૦૨૨ ભારતનું સૌથી પ્રીમિયમ જ્વેલરી પ્રદર્શનનું ભાવનગરના ઈસ્કોન ક્લબ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતના જૂદા જૂદા રાજ્યોની અદભૂત અને અવિશ્વસનિય અને એ-વેન ક્લાસની જ્વેલરીજાેવા મળી રહી છે. જેની કિંમત આશરે ૫૦ લાખ રૂપિયા સુધીની છે.
