Gujarat

ભાવનગર કોર્પોરેશનના પ્લોટ ઓછા ભાવે વેચાણ થતા હોવાથી નારાજગી

ભાવનગર
ભાવનગર મહાનગરપાલિકાની જુદી જુદી ટીપી સ્કીમોમાં જુદા જુદા હેતુ માટે આવેલા ૧૮ ફાઇનલ પ્લોટની ઓનલાઇન પદ્ધતિથી નિકાલ કરવા માટે બેથી ત્રણ પ્રયત્નો બાદ ટીપી સ્કીમ નંબર ૧૨ તરસમીયા માં વાણિજ્ય હેતુના ફાઇનલ પ્લોટ નં. ૫૫ પૈકી અને એફ.પી. નંબર ૩૮ પૈકી તદુપરાંત ટીપી સ્કીમ નંબર ત્રણ રૂમ માં ફાઇનલ પ્લોટ નંબર ૧૦૫ને ઓનલાઇન પદ્ધતિથી વેચાણથી આપવા માટે ગત ૨૮મી જુલાઈના રોજ સાધારણ સભામાં ર્નિણય માટે આવતા ભાજપની સંકલન બેઠકમાં જ સભ્યો દ્વારા બજાર ભાવ કરતા ઓછા ભાવે વેચાણ થતા હોવાનો નારાજગી સાથે રોષ ઠાલવ્યો હતો. સાધારણ સભાના દિવસે સવારે ભાજપ કાર્યાલય ખાતે સંકલનની બેઠકમાં ટીપીના પ્લોટ વેચાણ માટે સકારાત્મક ર્નિણય કર્યા બાદ બપોરે ૧ કલાકે મળેલી બેઠકમાં પ્લોટના ભાવની વિસંગતતા ગળે ઉતરતા અંતે કાર્યને રદ કરી રીટેન્ડર કરવા ર્નિણય કરાયો હતો. જે પ્રમાણે સાધારણ સભામાં પણ ર્નિણય જાહેર કરાયો હતો. પરંતુ કમિશનર દ્વારા સાધારણ સભાના ર્નિણયને પડકારી ટેન્ડર પ્રક્રિયા મુજબ વેચાણથી આપવાના રાજ્ય સરકારમાં ધા નાખી હતી. અને સામાન્ય સભા દ્વારા કરાયેલા નકારાત્મક ઠરાવનર પ્રતિષેધ કરવાની કમિશનરની દરખાસ્ત કરી હતી. તેવી જ રીતે ફુલસર ટીપી સ્કીમ નં.૨ બી ના પ્લોટ નં.૨૯,૩૦ અને ૩૧ પૈકીનો પ્લોટ પેટ્રોલ પંપ માટે આપવાનો હતો. તે પણ સ્ટેન્ડીંગે મંજૂરી બાદ સાધારણ સભામાં રદ કરાયું હતું. અને તે ર્નિણયને પણ કમિશનર દ્વારા સરકારમાં મંજુરી માટે દરખાસ્ત કરી હતી. પરંતુ સરકારે કમિશનરની દરખાસ્ત નામંજૂર કરી સભાનો ર્નિણય ગ્રાહ્ય રાખ્યો છે. ટી.પી. સ્કીમના ફાઇનલ પ્લોટને ઓનલાઇન પધ્ધતિથી નિકાલ કરવા માટે સાધારણ સભામાં થયેલ ર્નિણય સરકાર દ્વારા ગ્રાહ્ય રખાયેલ છે. જે પ્રમાણે પ્લોટનું રિવેલ્યુએશન થશે અને હાલમાં એજન્સી દ્વારા ભરપાઈ થયેલ ૨૫ ટકા રકમ પરત કરવાની કાર્યવાહી ચાલી રહી છે. ફુલસર ટીપી સ્કીમના ફાઇનલ પ્લોટમાં માર્કેટિંગ યાર્ડ સામે મોકાનો પ્લોટ હરાજી દ્વારા ત્રણ પ્લોટ રૂ. ૧૬૫૦૦ ના ભાવે વેચાણથી મુક્યા હતાં પરંતુ વિશાળ જગ્યા એ ભાવે કોઈ ખરીદવા રાજી નહીં થતાં તે પૈકી એક પ્લોટ નંબર ૩૦ અંદાજિત ૩૦૧૬ ચો.મી. તે જ ભાવે પેટ્રોલ પંપને વેચાણથી આપવા સ્ટેન્ડીંગ પૂર્ણ થયા બાદ અધ્યક્ષ સ્થાને ર્નિણય કર્યો હતો. તત્કાલિન સમયે પણ સંગઠનને વિશ્વાસમાં લીધા વગર સ્ટેન્ડીંગે મંજુરી આપી હતી. જેને ૩૦મી ઓક્ટોબર-૨૦૨૦ની સભાએ અટકાવ્યો હતો.કોર્પોરેશન દ્વારા ટીપી સ્કીમના જુદા જુદા હેતુ માટેના ફાઇનલ પ્લોટ ઓનલાઇન પદ્ધતિ દ્વારા વેચાણ કરે છે. પરંતુ ઘણીવાર કોર્પોરેશનની માલિકીના કરોડો રૂપિયાની કિંમતના પ્લોટ કોડીના ભાવે વેચાણ કરતા હોવાનું પણ અનેકવાર બહાર આવ્યું હતું. જેમાં રુવા,તરસમયા અને ફુલસરમાં બજારભાવ અને વેચાણ ભાવમાં જમીન આસમાનનો તફાવત હોવાથી ખુદ શાસક પક્ષના સભ્યોમાં જ વિવાદ સાથે હોબાળો મચ્યો હતો અંતે સાધારણ સભામાં પણ પ્લોટને તે ભાવે વેચાણથી આપવાનો ઠરાવ રદ કરવામાં આવ્યો હતો. સાધારણ સભાના ર્નિણયને પડકાર ફેંકી કમિશનર દ્વારા સરકારમાં દરખાસ્ત કરી સભાનો ર્નિણય રદ કરવા માગણી કરવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પણ કમિશનરની માંગણી ગ્રાહ્ય નહીં રાખી સાધારણ સભાએ કરેલો ઠરાવ મંજુર રાખ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *