ભાવનગર
ભાવનગર શહેર પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ન્ઇડ્ઢ જવાન પ્રદીપસિંહ ભાવુભા પઢિયારે આજરોજ વહેલી સવારે જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં આવેલા વિશ્રાંતિ ભવન સામે કવાર્ટરની અગાસીમાં કેબલ વાયર ગ્રિલ સાથે બાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવની જાણ સી-ડિવિઝન પોલીસને થતાં ડીવાયએસપી સફિન હસન સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને લાશનો કબજાે લઈ પોસ્ટમોર્ટમ માટે સરટી હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને લઈને પોલીસબેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ આપઘાત અંગે કોઈ નક્કર કારણ જાણવા મળ્યું નથી. પોલીસે હાલ આ મામલે તપાસ હાથ ધરી છે.ભાવનગર શહેર પોલીસમાં લોકરક્ષક દળના જવાન તરીકે ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે પોલીસ હેડક્વાર્ટરમાં જ આત્મહત્યા કરી છે. ન્ઇડ્ઢ જવાને કોઈ અકળ કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. બનાવની જાણ થતાં અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
