Gujarat

ભાવનગર જિલ્લાની સાતમાંથી છ બેઠક પર ભાજપે ઉમેદવાર જાહેર કર્યા

ભાવનગર
૧ ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરી રહી છે. જેના ભાગરૂપે આજરોજ ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી ૧૬૦ ઉમદેવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ભાવનગર જિલ્લાની સાત બેઠકમાંથી છ બેઠક પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ભાવનગર પૂર્વ બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત બાકી છે. વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે આગામી તારીખ ૧૪ ડિસેમ્બર છેલ્લી તારીખ છે, ત્યારે પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. પક્ષો દ્વારા ચૂંટણી સંદર્ભે તમામ તૈયારીઓ સભાઓ શરૂ કરી દેવામાં આવી છે અને હજી પણ કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની યાદીઓ પણ તૈયાર કરાઈ રહી છે. ઉમેદવારી ફોર્મ આપવાની પ્રક્રિયા પૂર્ણ થવાને માત્ર ૩ દિવસ બાકી છે. ભાવનગર પશ્ચિમ બેઠક માટે જીતુ વાઘાણીને ટિકિટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં એક જૂથે ખુલ્લેઆમ જીતુ વાઘાણીનો વિરોધ વ્યક્ત કરી તેમણે ટિકિટ નહી આપવાની માંગ કરી હતી. તેમ છતાં ભાવનગર પશ્ચિમની બેઠક પરથી ભાજપે જીતુ વાઘાણીને વધુ એક વખત ટિકિટ આપી છે. આથી કહી શકાય કે ચૂંટણી પૂર્વનો જંગ જીતુ વાઘાણી જીતી ગયા છે. હવે ચૂંટણીના મેદાનમાં તેમણે જીતી બતાવવું પડશે. જીતુ વાઘાણીને ટિકિટ મળતાં જ તેમના કાર્યાલયે ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરાયો હતો. ???????ભાવનગર જિલ્લાના રાજકારણમાં શીવા ગોહેલ પોતાની સાદગી અને સરળતા માટે જાણીતા છે. વર્તમાન રાજકીય પ્રવાહમાં તેઓ કદમ મેળવવામાં કદાચ પાછળ રહ્યા છે, પરંતુ નસીબના બળિયા છે. કેશુભાઇ સહિતની ભાજપ સરકારમાં તેઓ ત્રણ વખત અને છેલ્લે પેટા ચૂંટણીમાં શીવા ગોહેલ વિજેતા બનેલા. પોતાની સાદગી અને સરળતાને કારણે તેઓ જાણીતા છે. મૂળ મહુવાના ભાદ્રોડના વતની શિવાભાઈને ભાજપે મહુવા બેઠકની ટિકિટ ફાળવતાં વધુ એક વખત નસીબના બળિયા સાબીત થયા છે. તેઓ ભાજપના અજેય યોદ્ધા ગણાય છે. આમ, ભાજપ, કોંગ્રેસના બંને ઉમેદવાર સાદગી અને સરળ હોવાથી સોફ્ટ ચહેરા વચ્ચે ટક્કર રહેશે. કોળી સમાજના કદાવર નેતા પરસોત્તમ સોલંકીને ટિકિટ નહીં આપી નારાજ કરવાનું કોઈ કાળે ભાજપને પાલવે જ નહીં. તે સૌ કોઈ જાણે છે. આમ પરસોત્તમભાઈની ટિકિટ ફાઇનલ જ હતી. ભાવનગર ગ્રામ્યની બેઠક પરથી ભાજપે તેમનું નામ જાહેર કર્યું ત્યારે ખાસ કોઈ નવાઈની વાત ન હતી, પરંતુ ટિકિટ ફાળવણીમાં પરસોત્તમભાઈની બાદબાકી શક્ય જ ન હતી. પરષોત્તમભાઈ અન્ય બેઠકો જીતવા ભાજપ માટે સફળતાની સીડી છે. છેલ્લાં કેટલાક વર્ષમાં તેમનું કદ ઘટાડવાના પ્રયાસો સફળ રહ્યા નથી અને તેમની લોકપ્રિયતા કોળી સમાજ પરની પક્કડ મજબૂત છે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *