ભાવનગર
ભાવનગર મેડીકલ કોલેજ વિદ્યાર્થીઓના હોસ્પિટલના પટાંગણમાં એકઠા થઇ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો, વિદ્યાર્થીઓ આંદોલન ચલાવી રહ્યાં છે વિદ્યાર્થીઓએ ટોકન હડતાળના ત્રીજા દિવસે પણ વિરોધ કાર્યક્રમ યથાવત રહ્યો હતો. અને ભાવનગર સર ટી હોસ્પિટલમાં નવું બની રહેલ હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને અમુક ભાગ આપવામાં આવે તેવી માંગ કરી હતી. મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓના પોતાની કોલેજને લગતી તકલીફો તથા સ્થળાંતરણના વિરોધ સામે તંત્રએ કોઈ ઠોસ પ્રતિક્રિયા ન દર્શાવતા વિદ્યાર્થીઓએ હડતાળ શરૂ કરી છે જેના ટોકન સ્ટ્રાઈકના પહેલા દિવસે તેમને કોવિડ ૧૯ની આફત વખતે તેમની સેવા બદલ મળેલા સર્ટિફિકેટને પાછા આપી વિરોધ દર્શાવ્યો હતો. જ્યારે ટોકન સ્ટ્રાઈકના સતત બીજા દિવસે વિદ્યાર્થીઓએ વિરોધનો એક નવીન પ્રયોગ અપનાવ્યો હતો. તેઓએ બ્લડ ડોનેશન કેમ્પ યોજી તેમજ ૧૪૦ બોટલ નું રક્તદાન કરી આવા અસુવિધાકીય કાળમાં પણ ડોક્ટરના મૂળભૂત ગુણ તરીકે પોતાનો સમાજસેવા નો ભાવ પ્રદર્શિત કર્યો હતો. મેડીકલ કોલેજની જર્જરિત અવસ્થાને ધ્યાન લઈને તંત્રના ૨-૩ વર્ષનાં બિલ્ડિંગ શોધવાનાં પ્રયાસો પછી પણ જાે સર.ટી.ની નજીકના વિસ્તારમાં કોઈ પણ બિલ્ડિંગ એનએમસીનાં નિયમ અનુસારની જરૂરિયાત પ્રમાણેનુ અથવાતો હાલના બિલ્ડીંગના સમકક્ષ પણ ન હોવાથી હાલની સ્થળાંતર યોજનાને પડતી મુકવામાં આવે અને જાે આં બિલ્ડિંગ ખરેખર જર્જરિત હોય તો કૉલેજની આવરદા ઓછી હોય શ્ ૨૦૦ વિદ્યાર્થી માટેની વ્યવસ્થાનાં હોવાથી, તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલની નજીકમાં નવી મેડિકલ કોલેજ તથા હોસ્ટેલ સાધન સુવિધાયુક્ત હોય તેવી તૈયાર કરવાની કામગીરી ઝડપી થી ઝડપી ધોરણે હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.ભાવનગરમાં આવેલી મેડીકલ કોલેજ જર્જરિત હોઈ અન્યત્ર ફેરવવાની હિલચાલ થતા કોલેજના વિદ્યાર્થીઓ તેનો સતત દિવસે અવનવાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જેના ભાગરૂપે આજરોજ હોસ્પિટલના પટાંગણમાં ભેગા થઈ વિદ્યાર્થીઓએ કાળા કપડાં તથા હાથે કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યું હતું.


