ભાવનગર
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ગઢુલા ગામની યુવતીના લગ્ન આજથી ૨૨ વર્ષ પૂર્વે જ્ઞાતિના રીત-રીવાજ મુજબ દ્વારકા જિલ્લાના જામખંભાળીયા તાલુકાના લલીયા ગામે રહેતા યુવક સાથે થયા હતા. આ લગ્ન બાદ મહિલાને પતિ-સાસરીયાઓએ સાત વર્ષ બરાબર સાચવ્યા બાદ આ દામ્પત્ય જીવનથી સંતાન ન થતાં પતિ અને સાસરાએ પરિણીતાને સંતાન ન થતાં વાંજીયા પણાના મ્હેંણા-ટોણા કહી મારકૂટ કરી શારીરિક માનસિક ત્રાસ આપતાં પિણીતા પિતા-પિયરની આબરૂ સાંચવવા સાસરીયાઓનો ત્રાસ મૂંગા મોંઢે સહન કરતી હતી. આજથી પાંચ વર્ષ પહેલાં પરિણીતાને પતિ-સસરાએ તું વાંજણી છો તેમ કહી ત્રાસ આપી કાઢી મુકતાં મહિલા તેની કાકીજી સાથે રહેતી હતી. તો બીજી તરફ પતિએ પરસ્ત્રી સાથે ઘર માંડી મોરબી રહેવા જતાં રહેતા મહિલા એક માસ પૂર્વે પિતૃગૃહે પરત ફરી હતી. સાસરીયાઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે પતિ-સસરા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં પિયર ધરાવતી પરિણીતાને દામ્પત્ય જીવનથી સંતાન ન થતાં પતિ-સાસરાએ વાંજીયા પણાના મ્હેંણા-ટોણા મારી શારીરિક-માનસિક ત્રાસ આપી સાસરીમાંથી કાઢી મૂકતાં વ્યથિત પરિણીતા પિતૃગૃહે પરત ફરી છે. પરિણીતાએ સાસરીયાઓ વિરૂદ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.