Gujarat

ભાવનગરના દાઠા ગામે કૂવામાંથી મળેલી યુવકની લાશના આરોપીની ધરપકડ

ભાવનગર
ભાવનગરના કોટડા ગામે રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા દાઠા ગામે રહેતા નારશંગ દાનશંગભાઈ ખેરની ગત શનિવારે ગામના એક કૂવામાંથી લાશ મળી આવી હતી. જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી. મૃતકના પરિવારજનોએ આ અંગે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી હતી. પી.એમ રિપોર્ટના પ્રાથમિક અભિપ્રાય બાદ દાઠા ગામના હઠિસિંહ નામના ઈસમની હાથ ધરાયેલ પુછપરછમાં ચોકાવનારી વિગત પોલીસ સેમા આવી હતી કે, દંપતીએ ભેગા મળીને યુવકની હત્યા કરી હતી. જે બાદ મૃતદેહને કુવામાં ફેકી દીધો હતો. હત્યાના સચોટ કારણ અંગે હજુ પોલીસ સ્પષ્ટ થઈ શકી નથી. પરંતુ મૃતક યુવક પત્ની સામે નજર બગાડતો હોવાથી તેની હત્યા છયાની દાઠ ગામમાં ચર્ચા શરૂ થઈ છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.તળાજાના દાઠા ગામે ગામના એક ખેડૂતની વાડીના કુવામાંથી કોહવાઈ ગયેલી હાલતમાં મળેલી યુવકની લાશ મામલે મૃતકના પરિવારે વ્યક્ત કરેલી હત્યાની આશંકાને લઈ દાઠા પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી હતી. જેમાં ગણતરીના કલાકોમાં જ યુવકની હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે આ ગુનાને અંજામ આપનાર દંપતીને ઝડપી પાડ્યા હતા.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *