Gujarat

ભાવનગરમાં ફાયર બ્રિગેડે ૪૦ દુકાનોને સીલ મારવામાં આવી

ભાવનગર
ફાયર સેફ્ટી માટે હાઇકોર્ટનું કડક વલણ છતાં તંત્ર દ્વારા એન કેન પ્રકારે કામગીરીને બ્રેક લાગતા કોર્ટના સરકારને તાકીદ કરાતા ભાવનગર ફાયર બ્રિગેડ દ્વારા પણ એસેમ્બલી એકમોને ફાયર સેફ્ટીના અભાવે સીલ મારવાનું શરૂ કર્યું છે. જેમાં જ્ઞાતિની વાડીઓ અને મેરેજ સહિતના ફંક્શનનો માટેના હોલમાં ફાયર સેફટી નહી હોવાને કારણે સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડ વિભાગની ટીમ દ્વારા કાળિયાબીડ ખાતે આવેલા લખુભા હોલ, ખોડિયાર હોલ અને ઘોઘાસર્કલ નજીક આવેલા છાપરુ હોલ તેમજ દિપક હોલને સીલ મારવામાં આવ્યા હતા. લખુભા હોલ અને ખોડિયાર હોલનીમા બિલ્ડિંગમાં કોમર્શિયલ દુકાનો અને ઓફિસો પણ આવેલી હોવાથી તેમાં રહેલી ૪૦ જેટલી દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં જ્ઞાતિની વાડીઓ અને હોલને સીલ મારવાની કામગીરી ચાલુ રહેવાનું તંત્ર દ્વારા જણાવાયું છે પરંતુ અત્રે અગાઉ પણ ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા જ્ઞાતિની વાડીઓ અને હોલને સીલ મારવાની કામગીરી આરંભી તો હતી પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ બ્રેક લાગી ગયો હતો. તેમજ મરાયેલા સીલ પણ ખુલી ગયા હતા.

Assembly-target-of-fire-brigade-4-halls-40-shops-sealed.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *