ભાવનગર
ભાવનગરમાં આવેલ ઘોઘા તાલુકાના દરિયાઈ પટ્ટી પર આવેલા ગામોમાં એસટી બસની પર્યાપ્ત સેવા ઉપલબ્ધ ન હોવાનાં કારણે ભાવનગર એસટી ડેપો મથકે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો.ભાવનગર શહેરને અડીને આવેલાં ઘોઘા તાલુકાના લાખણકા, હાથબ, કોળીયાક, કૂડા, મિઠીવિરડી, થળસર સહિતના અનેક અંતરિયાળ ગામડાઓમાં એસટી બસની અપૂરતી સેવાને પગલે આ ગામડાઓમાં વસતાં લોકો તથા વિદ્યાર્થીઓને બમણાં ભાડા ચુકવવી ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર થવું પડે છે. ગામડાનાં લોકો દ્વારા અનેક વખત એસટી નિયામક સહિતનાઓને લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી બસ સેવા શરૂ ન કરાતાં ભાવનગર મુખ્ય એસટી ડેપો મથકે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકઠાં થયા હતા અને સૂત્રોચ્ચાર કરી તત્કાળ મુખ્ય તથા અંતરિયાળ ગામડાઓમાં પુરતી સેવા શરૂ કરવા માંગ કરી હતી.

