Gujarat

ભાવનગરમાં ૧૪ કિલોમીટરની ઝડપે પવનથી ઠંડી યથાવત

ભાવનગર
બુધવારે રાત્રે ભાવનગરમાં લઘુતમ તાપમાન ૧૦.૨ ડિગ્રી રહેતા સતત બીજા દિવસે કડકડતી ઠંડી યથાવત રહી હતી. હવામાન ખાતાની આગાહી મુજબ આવતી કાલથી હવે ધીમે- ધીમે ઠંડી ક્રમશઃ ઘટશે. જેને કારણે લઘુતમ તાપમાન ૨ થી ૪ ડિગ્રી ઊંચું જશે. શનિવાર સુધી લઘુતમ તાપમાન ઊંચું રહે તેવી સંભાવના જણાઇ રહી છે. લઘુતમ તાપમાન સિંગલ ડિજિટમાં હોવાની સાથે- સાથે ઠંડો પવન ફૂંકાતા ઠાર અનુભવાયો હતો. આમ ઠંડી વધતા સમગ્ર જનજીવન પ્રભાવિત થયું હતું. ભાવનગર શહેરમાં આજે ૧૪ કિલોમીટરની ઝડપે ઉત્તરના બર્ફિલો પવન ફુંકાતા શીતલહેરનો અસર બમણી થઇ હતી. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન ૨૨.૮ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે વધીને ૨૩.૨ ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન ૨૪ કલાક અગાઉ ૧૦.૧ ડિગ્રી હતુ તે આજે ૧૦.૨ ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. રાજસ્થાનમાં કોલ્ડવેવને હિસાબે ભાવનગરમાં પણ ઠંડીનું જાેર રહ્યું હતું. ઠંડીથી બચવા માટે લોકોએ દિવસમાં ગરમ વસ્ત્રોનો સહારો લીધો હતો. ઠંડીને કારણે સાંજ પડતાની સાથે જ કુદરતી કર્ફ્‌યૂ શરૂ થાય તેવો માહોલ જાેવા મળી રહ્યો છે. લોકો સાંજ પડતાની સાથે જ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. વધુમાં હવામાન ખાતાના જણાવ્યાનુસાર શનિવાર બાદ ફરી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. શહેરમાં ગઇ કાલે હવામાં ભેજનું પ્રમાણ ૪૦ ટકા હતુ તે આજે વધીને ૪૯ ટકા થઇ ગયું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *