અરવલ્લી
ભિલોડાની આનંદનગર સોસાયટીમાં રહેતા દુર્ગા બેન નિનામાં પોતાના દાદા નું અવસાન થયું હોવાથી અંતિમવિધિ માટે બહારગામ ગયા હતા, તેમજ આનંદનગર સોસાયટીમાં જ તેમની સામે રહેતા સુરેખા બેન કટારા પણ બહાર ગયા હતા. જેથી બંને મકાનો બંધ હતા, ત્યારે તસ્કરોએ અગાઉથી કરેલ રેકી પ્રમાણે રાત્રે તસ્કરોએ બંને બંધ મકાનના તાળાં તોડી ઘરમાં પ્રવેશી ઘરના બધા રૂમ તિજાેરી અને કબાટમાં ખાના તપાસ કરી ઘરમાં રહેલ સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ ૧૦.૮૬ લાખની રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરવામાં સફળ થયા હતા. સમગ્ર બાબતે પડોશીએ ફોનથી જાણ કરતા દુર્ગા બેનના પતિ સહિત ઘરના પરિવારજનો આનંદનગર સોસાયટીના મકાન પર આવીને જાેયું તો મકાનનું તાળું તૂટેલું હતું. દરેક રૂમના માલસામાન અને તિજાેરી કબાટમાં વેર વિખેર હતું. તેમની સામે રહેતા સુરેખા બેન કટારાનું મકાનનું તાળું પણ તૂટેલું હતું. તેમને જાણ થતાં મકાનમાં તપાસ કરતા તેમના મકાનમાં પણ તસ્કરોએ હાથફેરો કર્યો હોવાનું સામે આવ્યું. બંનેના મકાનમાંથી સોનાની ચેન, સોનાની વિંટીઓ, સોનાના જુમાર બુટ્ટી, ચાંદીના પાયલ અને રોકડ સહિત કુલ ૧૦.૮૬ લાખની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરિયાદ નોંધી તસ્કરોને પકડવાની તજવીજ હાથ ધરી છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો સક્રિય બન્યા છે.
