Gujarat

ભુજ બીએસએફની બટાલિયને વિદ્યાર્થીઓને દળની કામગીરી સમજાવી

ભુજ
ભુજના હરિપર રોડ સ્થિત આવેલા બીએસએફ કેમ્પ ખાતે ૧૮ બીએન બટાલિયન દ્વારા શાળાના છાત્રો માટે ખાસ નિદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અહીંની ચાણક્ય પબ્લિક સ્કૂલના ૩૦ જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઉપસ્થિત રહી સલામતી દળોની કામગીરી વિશે માહિતી મેળવી ખુશી વ્યક્ત કરી હતી. આ વેળાએ બાળકોએ યુદ્ધમાં વપરાતા વિવિધ પ્રકારના દારૂગોળા અને હથિયારોનું સ્વહસ્તે નિરીક્ષણ પણ કર્યું હતું અને રોમાંચ અનુભવ્યો હતો. સીમા સુરક્ષા દળની ભુજ ખાતેની કુમક દ્વારા ખાસ તો દેશની રક્ષા કરતા જવાનો અને તેમની કામગીરી વિશે શાળાના છાત્રોને માહિતગાર કરવા સાથે આ ક્ષેત્રમાં આકર્ષિત કરવા હેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં દેશના શૈનિક દ્વારા મુશ્કેલ પરિસ્થિતિમાં કેવી રીતે પોતાની જાતને સલામત રીતે બચાવી રાખવી , પડકારોને સરળ કેવી રીતે બનાવવા સહિતની માહિતી પ્રત્યક્ષ રીતે દર્શાવી આપવામાં આવી હતી. બાળકોએ હથિયારોની પ્રદર્શની નિહાળવાની સાથે એનસીસી પરેડ અને કામગીરીની માહિતી મેળવી રોમાંચિત થઈ ગયા હતા. દળના અધિકારીઓએ આયોજન વ્યવસ્થા સંભાળી હતી. અને બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *